ગરમીમાં શરીરમાં ઘણી બઘી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ માટે આપણે શરીરને ડીહાઈડ્રેટ થી બચાવી રાખવું જોઈએ. જેથી આપણે અનેક ઉનાળામાં લઉં લાગવા જેવી અનેક બીમારીમાંથી દૂર રહી શકીએ છીએ. ઉનાળાની ગરમીમાં વજન ઓછું કરવા અને પેટની ચરબીને દૂર કરવા માટેનો એક ઘરે જ બનાવેલ ડ્રિન્ક પીવાનું છે.
આપણે આપણા શરીરનું વજન કઈ રીતે ઓછું કરવું જોઈએ તે આપણા પર છે માટે યોગ્ય પદ્ધતિથી વજન ઓછું કરી શકાય છે. આ માટે આજે અમે તમને એક ડ્રિન્કમાં કઈ બે વસ્તુ મિક્સ કરીને પીવી જોઈએ તેના વિશે જણાવીશું. આ ડ્રિન્કમાં ઉપયોગ માં લેવાતી વસ્તુઓ બઘી જ તમને ઘરે મળી રહેશે.
વજન ધટાડવા માટે ઘણા લોકો જિમ માં જતા હોય છે પરંતુ ઘણી વખત જિમ માં વઘારે પરિશ્રમ કરવો પડતો હોય છે જેના કારણે ઘણી વખત જિમ માંજવાનું બંધ કરી દઈએ છીએ જેથી વજન ઓછું કરવામાં અસમર્થ રહીએ છીએ. આ માટે જિમ માં ગયા વગર જ વજન ઉતારવા માટે અમે જે ડ્રિન્ક જણાવીશું તે ચરબીને ઓગાળીને વજન ઘટાડવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
ડ્રિન્ક બનાવવાની રીત: સૌથી પહેલા એક એક પેનમાં એક ગ્લાસ પાણી લઈ લો હવે તે પાણીને હૂંફાળું ગરમ કરી લો, ત્યાર પછી આ પાણીને નીચે ઉતરીને તેમાં ત્રણ ચમચી લીંબુનો તાજો રસ અને એક ચમચી મઘ મિક્સ કરીને બરાબર હલાવી લો, ત્યાર પછી તેમાં બે ચપટી જેટલું કાળાંમરીનું પાવડર મિક્સ કરી લો.
હવે તમારું ડ્રિન્ક પીવા માટે તૈયાર થઈ ગયું છે, વજન ધટાડવા માટે તમારે આ ડ્રિન્કને સવારે ખાલી પેટ પીવાનું છે, જેથી તમારી પેટની લટકતી ચરબી પણ ઓગળી જશે અને વજન પણ એકદમ કંટ્રોલમાં આવી જશે.
આ ડ્રિન્ક પીવાથી પેટનો બધો કચરો સાફ થઈ જશે અને ખાધેલ ખોરાકને ખુબ જ ઝડપથી પચાવવામાં મદદ કરશે, જેથી કબજિયાત અને અપચાની બીમારીમાંથી છુટકાળો મળશે અને પેટ એકદમ કાચ જેવું ચોખ્ખું થઈ જશે, જેથી ચરબી ઉત્પન્ન થશે નહીં અને વજન પણ વઘશે નહીં.
જો તમે પણ પેટની ચરબી, કામની ચરબીને ઓછી કરવા ઈચ્છતા હોય તો ઉનાળામાં આ હેલ્ધી પીણું પીવું જોઈએ જે શરીરને ભરપૂર એનર્જી આપે છે સાથે મૂડને સુઘારીને પેટને હલકું બનાવી રાખે છે. જેથી વજન ખુબ જ સરળતાથી ઘટવા લાગશે.