વજનમાં વધારો થવો એ ઝડપથી વધી રહેલી ગંભીર સમસ્યાઓમાંની એક છે. એક સર્વે મુજબ ભારતમાં 40 ટકાથી વધુ લોકો મોટાપાનો શિકાર બનેલા છે. વજન વધવાથી ના માત્ર શરીરનો દેખાવ જ બગડે છે પરંતુ તેની સાથે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ ખૂબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે.

વજન વધવાના કારણે ડાયાબિટીસ, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનું જોખમ અનેકગણું વધી જાય છે. આ જ કારણ છે કે તમામ લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ ઉપાયોનો ઉપયોગ કરતા રહે, જેથી કરીને તેમના વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય.

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે લાઈફસ્ટાઈલ અને ડાયટમાં અવ્યવસ્થાના કારણે વજન વધે છે અને બદલાતી જીવનશૈલીને કારણે તમામ લોકોને તેના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વર્ષોથી આપણા પૂર્વજો પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરતા આવ્યા છે.

વજન વધવાની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઘણા સરળ ઉપાયો ખૂબ અસરકારક રીતે કામ કરી શકે છે. તો ચાલો આગળ જાણીએ કે ઝડપથી વજન ઘટાડવાના ઘરેલુ ઉપાયો વિશે. એક વાતું ખાસ ધ્યાન રાખો કે જો તમને પહેલેથી જ કોઈ સમસ્યા છે તો આ ઉપાયો કરતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

હીંગના પાણીના ફાયદા : જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહયા છે કે તે માટેના ઘરેલુ ઉપાય શોધી રહયા છે તે લોકો માટે હીંગનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હીંગ એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ્સનો એક સમૃદ્ધ સ્ત્રોત છે.

વજનને નિયંત્રણમાં રાખવાની સાથે બીજી ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે તમે ગરમ પાણી સાથે હિંગ પાવડર મિક્સ કરીને ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે સવારે ખાલી પેટે હિંગનું પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે.

જીરુંનું પાણી : વજન ઘટાડવા માટે જીરાનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. જીરાનું પાણી પીવાથી મેટાબોલિઝમ સારું રહેવાની સાથે શરીરમાં રહેલા ટોક્સિન્સ પણ બહાર નીકળી જાય છે. અભ્યાસ દર્શાવે છે કે તંદુરસ્ત ચયાપચય જાળવી રાખવાથી વજનને ઝડપી ઘટાડવામાં ફાયદો થાય છે. જીરાનું પાણી પેટની તમામ સમસ્યાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આદુ અને મધનું પીણું : નિષ્ણાતો મુજબ આદુ અને મધનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. આદુનો રસ અને બે ચમચી મધને હૂંફાળા પાણીમાં ભેળવીને પી શકાય છે. આ બંનેને મેટાબોલિજ્મ વધારવા માટે જાણીતા છે જે શરીરમાંથી વધારાની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આદુ વધુ પડતી ભૂખ લાગવાની સમસ્યાને પણ દૂર કરે છે અને તમારી પાચનશક્તિ મજબૂત કરે છે.

જો તમને પણ આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ હેલ્થ અને બ્યુટી સબંધિત માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *