દરેક વ્યક્તિએ શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે પરિશ્રમ કરવો ખુબ જ આવશ્યક છે. જે શરીરને એનર્જી અને સ્ફૂર્તિ આપે છે. પરંતુ વધુ પડતું બેઠાળુ જીવન અને અનિયમેત ખાવાની ટેવ સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
આજે મોટાભાગે લોકોને બહારના ખોરાક ખાવાનું ગમે છે, પરંતુ તમને જણાવી દઉં કે જયારે તમે કોઈ બહારનો ખોરાક જેવો કે ચીજ, પીઝા, બર્ગર, પાઉંની બનેલી વાનગીઓ ખાઓ છો ત્યારે તે પચવામાં ખુબ જ વધુ સમય લગાડે છે જેના કારણે પેટ ભરેલું અને ફૂલેલું હોય તેવું લાગે છે.
જયારે આવી સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે વ્યક્તિની પાચનક્રિયા મંદ પડી જાય છે અને તે ખોરાક ચરબીમાં રૂપાંતર થવા લાગે છે જેના કારણે પેટ અને કમરના ભાગમાં તે ચરબી વધુ જોવા મળે છે. ચરબી વધારવાના કારણે પેટ બહાર આવે છે અને વજન માં વધારો થાય છે.
ચરબી અને વજન વઘવાના કારણે વ્યકતિના શરીરમાં અનેક રોગો થવાની સંભાવના વઘી જાય છે. આ માટે વધતી જતી ચરબીને ઓછી કરવી ખુબ જ જરૂરી બની જાય છે. વધતી ચરબી અને વજન ઓછું કરવા માટે ઘણા લોકો જિમ, કસરત ઉપવાસ, ડાયટ વગેરે કરતા હોય છે.
આજે આ લેખમાં ચરબી અને વજન ને ઓછું કરવા માટેના કેટલાક ડ્રિન્ક વિષે જણાવીશું જેની મદદથી વધી ગયેલ પેટ અને કમરના ભાગની બધી જ ચરબી ઓગળી જશે અને વજન ને નિયત્રંણમાં લાવશે. આ ડ્રિન્ક પીવાથી પાચનક્રિયામાં પણ સુઘારો થશે.
તજનું ડ્રિન્ક: તજનો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. તજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં એન્ટી ફન્ગલ, એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. તજનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તેનો પાવડર બનાવી લો, હવે એક ગ્લાસ પાણી હૂંફાળું ગરમ કરી લો, હવે તેમાં તજ પાવડર મિક્સ કરી લો, આ ડ્રિન્કને રાતે સુવાના 30-40 મિનિટ પહેલા પી જવાનું છે.
આ ડ્રિન્ક તમે થોડા દિવસ પીસો તો પેટની વઘી ગયેલ ચરબી ઓગળી અને વજન કંટ્રોલમાં લાવશે. રાતે તજનું આ ડ્રિન્ક પીવાથી સવારે ખુબ જ સારી રીતે મળ ત્યાગ થશે અને વર્ષો જૂનો બઘો જ કચરો ઘીરે ઘીરે બહાર નીકળવા લાગશે. જેથી પાચનક્રિયામાં પણ સુઘારો થશે અને વજન પણ ઓછું થશે.
કાકડીનું ડ્રિન્ક: કાકડીમાં પાણીમાં સારો સ્ત્રોત મળી આવે છે. જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરી શરીરને હાઈડ્રેટ રાખે છે. આ માટે જો તમે વજન ધટાડવા માંગતા હોય તો રોજે એક ગ્લાસ કાકડીનું જ્યુસ બનાવીને પીવું જોઈએ જે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોનો નાશ કરે છે અને વધતી ચરબીને ઓગાળી વજન ને ઓછું કરે છે. કાકડીના જ્યૂસના ફુદીનો મિક્સ કરીને પણ પી શકો છો.
લીંબુંનું ડ્રિન્ક: લીંબુ શરીર ને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે. માટે રોજે સવારે ખાલી પેટ એક ગ્લાસ લીંબુનો રસ બનાવી તેમાં એક ચમચી આદુંનો રસ મિક્સ કરીને પીવામાં આવે તો પેટ, કમર અને શરીરના અન્ય ભાગમાં વધી ગયેલ ચરબી ઓગળી જશે. જેથી વજન પણ નિયત્રંણમાં રહેશે.
આ ડ્રિન્કમાં વિટામિન-સી મળી આવે છે, જે શરીરમાં ભરપૂર ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે. આ લીંબુનું ડ્રિન્ક તમે સવારે ખાલી પેટ પણ લઈ શકો છો અથવા રાતે સુવાના 30 મિનિટ પહેલા પણ લઈ શકો છો. રાતે પીવાથી સવારે આખું પેટ એકદમ સાફ થઈ જશે.
જો તમે પણ વજન ઓછું કરવા માટે ખુબ જ પરસેવો પાડો છો તો આ ડ્રિન્ક ખુબ જ અસરકારક સાબિત થશે, ઉપરોક્ત જણાવેલ ત્રણ ડ્રિન્ક માંથી કોઈ પણ એક ડ્રિન્ક વજન ઓછું કરવા માટે ઉપયોગ કરી શકો છો.