જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આજની આ માહિતી તમારું વજન ઘટાડવા માટે ખુબજ મદદરૂપ કરશે. આજના સમયમાં લાખો લોકો પેટની ચરબી અને ઝડપથી વધી રહેલા વજનથી ખુબજ પરેશાન છે.
આજના સમયમાં આ સમસ્યા વધવાના મુખ્ય કારણો આપણી ખાવાની ખોટી આદતો અને ખોટી જીવનશૈલી છે. હેલ્થ એક્સપર્ટના મતે સ્થૂળતા અનેક રોગોને આમંત્રણ આપે છે. વધુ કેલરીવાળો ખોરાક ખાવાથી ઝડપથી વજન વધે છે.
આવી સ્થિતિમાં, તમારે વધતા વજનને નિયંત્રિત કરવા માટે આહાર પર ધ્યાન આપવું ખુબજ જરૂર બને છે. આ લેખમાં, અમે તમને એવી કેટલીક ટિપ્સ વિષે જણાવીશું, જે ટિપ્સ ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરશે પણ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે.
વજન ઘટાડવા માટે તમારે એક્સરસાઇઝની સાથે ડાયટ પર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તો ચાલો તમને જણાવીએ વજન ઘટાડવા માટે તમારો ડાયટ પ્લાન અને રૂટિન કેવો હોવો જોઈએ.
પેટની ચરબી ઘટાડવા માટે: પેટની ચરબી ઘટાડવા માટે પ્લેન્કને શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે. આ કરવા માટે, તમે પગના પંજા અને હાથ પર શરીરને ઉપર તરફ ઉઠાવો. 10 સેકન્ડ માટે આ સ્થિતિ જાળવી રાખો. 4-5 વખત પુનરાવર્તન કરો. એક મહિના સુધી આમ કરવાથી તમને ફરક દેખાશે.
વજન ઘટાડવા માટે ખાઓ આ વસ્તુઓ: દાળ – દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. તે ખાવામાં પણ હલકું છે. તેનાથી તમારું વજન પણ ઘટે છે. લસણઃ- સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે લસણની બે કળી ચાવવા અને પછી એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઘટવા લાગે છે.
ઈડલી – તમે સવારે નાસ્તામાં ઈડલી ખાઈ શકો છો. તેમાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. વજન ઘટાડવા માટે તેનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. સફરજન – સફરજનમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વજન ઘટાડવાની સાથે સાથે સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે.
વજન ઘટાડવા માટે આ વસ્તુઓ ટાળો: વજન ઘટાડવા માટે તમારા માટે હેલ્ધી ડાયટની સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમે સવારે ઉઠો અને ખાલી પેટે 1-2 ગ્લાસ પાણી પીવો. તેનાથી મેટાબોલિઝમ વધશે.
જમવાના અડધા કલાક પહેલા પાણી પીવો. આનાથી વધુ ખોરાક ખાવાની ઇચ્છા ઓછી થશે. આ ઉપરાંત ખાસ વધુ તૈલી વસ્તુઓ, બર્ગર, પિઝા, ચીઝ વગેરે ખાવાનું ટાળો. આ સિવાય ખાંડ યુક્ત વસ્તુઓનું સેવન ઓછું કરો કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે.
સ્થૂળતા ઘટાડવા માટે મહત્વપૂર્ણ ટીપ્સ: સવારે ઉઠો, ફરવા જાઓ અને કસરત કરો. સૂવાના બે કલાક પહેલાં ખોરાક લેવો જોઈએ.
રાત્રિભોજન હલકું અને સરળતાથી સુપાચ્ય હોવું જોઈએ.
સંતુલિત અને ઓછી ચરબીવાળો ખોરાક લો. વજન ઘટાડવા માટે આહાર યોજનામાં પોષક તત્વોનો સમાવેશ કરો. જો તમે પણ આ સરળ ટિપ્સ એક મહિના સુધી અપનાવશો તો ચોક્કસ તમારું વજન ઘટશે.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી મિત્રોને જણાવો અને આવીજ ઉપયોગી માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.