આજે આખી દુનિયા પોતાના ફિટનેસની દીવાનગી છે પરંતુ ઘણા લોકો પોતાની ફિટનેસ પર ધ્યાન આપતા નથી જેથી પાછળથી તેમને પસ્તાવું પડે છે. આવીજ એક સમસ્યા છે વજન વધવું. વજન વધવું એનું મૂળ કારણ આપણી શરીર પ્રત્યેની બેદરકારી કહી શકાય છે. જો શરુઆતથી જ વજન પર કંટ્રોલ કરવામાં આવે તો વજન વધતું અટકાવી શકાય છે.
ઘણા લોકો વજન ઘટાડવાની સરળ અને ઝડપી રીતો જાણવા માટે ગુગલ પર કલાકો બગાડે છે , પરંતુ આટલા કલાકો ગુગલ કરવા છતાં તેમને નિરાશ થવું પડે છે. તમે પણ વજન ઘટાડવા માટે તમામ પ્રકારની તકનીકો અપનાવી હશે, પરંતુ શું તમને તેનું કોઈ પરિણામ મળ્યું? જો તમારો જવાબ નામાં છે, તો અમે તમારા માટે એક જાપાની ટેકનિક લઈને આવ્યા છીએ, જેમાં તમારે જીમ જવાની , ડાયટ કરવાની કે પરસેવો પાડવાની જરૂર નથી.
વજન ઘટાડવા માટે અમે તમને એક નાનકડી કસરત વિશે જણાવીશું, જે એક જાપાની ચિકિત્સક ટેકનિક છે. આ એક ખૂબ જ સરળ હપરંતુ જાદુઈ કસરત છે, જે કમરના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે અસરકારક વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ કસરત માટે તમારે ફક્ત એક ટુવાલની જરૂર છે.
હવે તમે વિચારતા જ હશો કે ટુવાલના રોલ પર સૂવાથી તમે તમારી ચરબી કેવી રીતે ઘટાડી શકો? પણ તેની પાછળ વિજ્ઞાન છે. પેટની આસપાસ જામેલી ચરબી વાસ્તવમાં તમારી પેલ્વિસ ખોટી જગ્યાએ હોવાને કારણે છે. અને આ કસરત પેલ્વિસ પ્લેસમેન્ટને ઠીક કરવાનો દાવો કરે છે, જે આપમેળે તમારી કમર રેખાને ઘટાડે છે.
કસરત કેવી રીતે કરવી: 1. લગભગ 15 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા ટુવાલને નળાકાર આકારમાં ફોલ્ડ કરો. 2. ત્યારબાદ, તમે સ્વચ્છ જગ્યાએ જમીન પર સૂઈ જાઓ અને ટુવાલ નીચે મૂકો. 3. તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારી કમર પાસે ટુવાલને એવી રીતે રાખો કે તે તમારી નાભિની સમાંતર હોય.
4. તમારા પગને ખભાની પહોળાઈ સુધી ખોલો, આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોવી જોઈએ. 5. હાથને માથાની ઉપર લઇ જાઓ. હથેળીઓની નાની આંગળીઓ પણ એકસાથે જોડવી હોવી જોઈએ.
6. આ સ્થિતિમાં 5 મિનિટ સુધી સૂઈ જાઓ. 7. આ પછી, ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવો અને કસરત સમાપ્ત કરો. આ ટેકનિકને દિવસમાં ત્રણ વખત 5 – 5 મિનિટ માટે કરવાથી તમે તમારા શરીરમાં પરિવર્તનનો અહેશાસ કરવા લાગશો.
આ કસરત એકદમ સરળ છે જે તમે ફોટામાં જોઈએ શકતા હશો. તો તમે કોઈ પણ દવાઓ ખાધા વગર, જીમ ગયા વગર અને ડાઈટ કર્યા વગર વજન ઘટાડવા માંગો છો તો તમારા માટે આ એકદમ સરળ ઉપાય છે. અમે આશા રાખીએ કે તમને વજન ઘટાડવાની આ ટિપ્સ પસંદ આવી હશે. આવીજ માહિતી જાણવા ગુજરાત હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલા રહો.