આજના સમયમાં મોટાભાગના લોકો કોઈના કોઈ બીમારીથી પીડાઈ રહયા છે. ઘણા લોકો ખુબજ ગંભીર તો ઘણા લોકો સામાન્ય બીમારીથી પીડાઈ રહ્યા હોય છે. ગંભીર બીમારીઓ માટે દવાખાને જવું ખુબજ જરૂરી છે પરંતુ નાની નાની સમસ્યાઓને તમે ઘરેજ દૂર કરી શકો છો.
આજના સમયમાં બેઠાડુ જીવન જીવીને લોકો આળસુ બની ગયા છે. કોઈ માણસ પોતાના શરીર પર થોડો પણ ભાર આપવા માંગતો નથી. આજ કારણે આજનો માણસ પહેલાના માણસ કરતા ખુબજ ઝડપી બીમાર પાડવાની સાથે સાથે ખુબજ ઝડપથી મૃત્યુ પામે છે.
બેઠાડુ જીવન માણસને અંદરથી ખોખલું કરી નાખે છે. આ જ રીતે વજન વધુ હોવું એ પણ માણસ માટે ઘણી વાર ઘાતક સાબિત થતું હોય છે. માણસ વધારાની ચરબી તેને ઘણી બધી નાની મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. તો અહીંયા તમને એવા બે સૂપ વિષે જણાવીશું જે સૂપ પીવાથી તમને તમારી ચરબી ઘટાડી શકો છો.
સૂપ એ શરીર માટે ખુબજ ફાયદાકારક છે. સૂપ પીવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે પરંતુ અહીંયા તમને બે સૂપ વિષે જણાવીશું જે સૂપનો ડિનરમાં સમાવેશ કરવાથી તમે તમારું વજન ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ આ સૂપ વિષે.
સૂપ ઘણા બધા હોય છે પરંતુ વજન ઘટાડવા માટે તમે મસૂર દાળ, પાલક અને કોળાના સૂપનો સમાવેશ કરી શકો છો. આ ત્રણેય સૂપ પીવાથી તમારા શરીરમાં જમા થયેલો વધારાનો ફેટ ઘટી જશે. વજન ઘટાડવાની સાથે-સાથ આ ત્રણેય સૂપ પીવાથી તમે હેલ્ધી પણ રહી શકશો. આજની ભાગદોડ વારી જિંદગીમાં અને બદલાતી જીવનશૈલીમાં તમારા ડાઈટમાં ફરજીયાત એક સૂપ સામેલ કરો.
મસૂર દાળ અને પાલક સૂપ: એક જુડી પાલક, 1/4 કપ મસુર દાળ, એક ચમચી બટર, સ્વાદ પ્રમાણે મીઠું, બે ચમચી ઘર ની ફેશ ક્રીમ, એક કટ કરેલી ડુંગળી, ત્રણ કળી લસણ, એક ચમચી લીંબુ નો રસ, અડધી ચમચી કોર્ન ફ્લોર, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી મરી પાઉડર
સૌથી પહેલા મસૂર દાળને ધોઇ પલાળી દો. ત્યારબાદ ગેસ ઉપર કુકર મુકી તેમા દાળ, ડુંગળી, લસણ ને એક કપ પાણી નાની બે સીટી કરો. પાલક રીતે સાફ કરી ને ધોઇ લો. હવે ગેસ ઉપર પેન રાખી પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે તેમા અડધી ચમચી ખાંડ મિક્સ કરી પાલક ને ત્રણથી ચાર મીનીટ સુધી કુક કરો.
ત્યાર બાદ તેને ચારણી કાઢી ઠંડુ પાણી રેડો. ત્યારબાદ એક મિક્સર જાળમાં બધુ મિક્સ કરી પીસી, તેને ગાળી લો. તમે પાણી જરૂર પ્રમાણે ઉમેરી શકો છો. હવે ગેસ ઉપર પેન મુકી બટર ગરમ થાય એટલે કોર્ન ફ્લોર નાખી શેકી લો. ત્યારબાદ તેમાં સુપ ઉમેરી બરાબર ઉકાળો.
ત્યાર બાદ તેમા મોઠુ અને મરી પાઉડર મિક્સ કરી ગેસ બંધ કરી દો. છેલ્લે લીંબુનો રસ નાખી ઉપર થી ફેશ કિમ નાખો. તો તૈયાર પાલક સાથે મસુર દાળ સુપ. ડિનરમાં આસૂપ પીવાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગશે
કોળાનુ સૂપ: ડિનરમાં કોળાનુ સૂપ પીવીને પણ તમે વજન ઘટાડી શકો છો. આ માટે કોળાને સારી રીતે કૂકરમાં ઉકાળી લો. કોળામાં કાળુ મરચુ મિલાવો. ત્યારબાદ તેના પર થોડી કોથમીર નાખી ભેળવી દો. જો તમે ઈચ્છો તો તેમાં મીઠુ મિલાવી શકો છો. આ સૂપનુ દરરોજ ડિનરમાં સેવન કરવાથી તમારા શરીરનું વજન ઝડપથી ઘટવા લાગશે.