આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ચા એક એવું પીણું છે જે દરેક લોકો સવારે ઉઠીને પીવે છે. ભોટાભાગના દરેક લોકોને સવારે ઉઠીને બ્રશ કરી અને નાહીને તરતજ ચા પીવા જોવા છે. ચા પીવાથી શરીરમાં કોઈ ફાયદો થતો નથી પરંતુ તેનાથી શરીરમાં નુકશાન થાય છે. દરેક લોકો આ જાણતા હોવા છતાં કોઈ ચા પીવાનું છોડતું નથી.

ચાની જગ્યાએ કોઈ ફળનું સેવન કરવામાં આવે તો શરીરને ઘણો ફાયદો થઇ શકે છે. કોઈ પણ ફળમાં શરીરમાટે જરૂરી પોષકતત્વો રહેલા હોય છે. આજે તમને એક એવી ચા વિષે જણાવીશું જે ચાનું સેવન મોટાભાગના લોકોએ કર્યું નહીં હોય. આ ચા પીવાથી શરીરને ઘણા બધા ફાયદા થઇ શકે છે.

જો ચા ની જગ્યાએ આ ફળની ચા બનાવીને પીવામાં આવે તો જે લોકોનું વજન વધુ છે, જે લોકો વજન ઉતારવા દવાઓનો ઉપયોગ કરે છે તેમ છતાં વજન ઘટી રહ્યું નથી તેમના માટે આ ચા રામબાણ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ચા વિષે.

જયારે પણ શિયાળાની શરૂઆત થાય છે ત્યારે ઘણા બધા લોકોનું વજન વધવા લાગે છે કારણકે ખાવાના શોખીન લોકો શિયાળામાં પણ ખાવામાં પાછા પડતા નથી અને તેની સામે થોડી પણ કસરત કરતા નથી. મોટાભાગના લોકો શિયાળામાં આળસુ બની જતા હોય છે જે તેમનું વજન વધવાનું સૌથી મોટું કારણ બની જાય છે.

આમળાની ચા બનાવવાની રીત: આમળાની ચા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં એક થી દોઢ કપ પાણી લઇ તેને ગેસ ઉપર મુકો. જયારે પાણી ઉકળે ત્યારે તેમાં એક ચમચી આમળા પાવડર અને થોડું છીણેલું આદુ ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમાં 3 થી 4 ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો.

2 થી 3 મિનિટ આ મિશ્રણને ઉકાળ્યા પછી તેને નીચે ઉતારી લો અને ચાળણીની મદદથી ગાળી લો અને પછી તેનું ચાની જેમ સેવન કરો. આમળામાં ખુબજ સારા પ્રમાણમાં ફાઈબર રહેલું છે આ સાથે આયુર્વેદમાં આમળાનું ખુબ જ મહત્વ રહેલું છે. આમળામાં રહેલા ફાઈબર ને લીધે તે પાચનમાં ઉપયોગી છે.

તે ખોરાકનાં પાચન માટે ઉપયોગી બેક્ટેરીયાનું નિર્માણ કરી વધારે છે. તેમજ આવા બેકટેરિયાને ખોરાક પણ પૂરો પાડે છે. આમળાની ચામાં રહેલા ફાઈબરના લીધે તે તમારા શરીરમાં વધેલા કચરાને દૂર કરવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. આ ચા શરીરમાં રહેલા કચરાનો નિકાલ કરીને, શરીરમાં મળત્યાગની ક્રિયાને સરળ બનાવે છે.

નિયમિત આ ચા પીવાથી વજન ઝડપથી ઘટવા લાગે છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *