આજના સમયમાં દરેક લોકો વસ્તુઓનું ઝડપી પરિણામ ઈચ્છે છે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ વજન ઘટાડવા અથવા ચરબી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય, તો પણ તેને ઝડપી પરિણામો જોઈએ છે. જો તમે થોડા સમયમાં તમારા પેટ અને કમરમાંથી ચરબી ઘટાડવા માંગતા હોવ તો આ અસરકારક રીતો અજમાવો .
આપણે આપણા દિવસની શરૂઆત હંમેશા ગરમ પાણી પીને કરવી જોઈએ. તમે આ પાણીમાં લીંબુ, મધ અથવા એપલ સીડર વિનેગર પણ ઉમેરી શકો છો. સવારે આ પાણી પીવાથી તમારું શરીર ડિટોક્સ થશે અને તે તમારા શરીરમાંથી ઝેરી તત્વો પણ દૂર કરશે. આ પદ્ધતિઓ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે.2 અઠવાડિયામાં વજન ઘટાડવા અને પેટની ચરબી ઓગાળવા માટે કરો આ કામ ગમે તેવી ચરબી અને લટકતી ફાંદ થરથર ઓગળવા લાગશે
લગભગ 100 મિલી પાણીમાં 2 થી 3 ગ્રામ તજનો પાવડર નાખીને 10 મિનીટ સુધી ગરમ કરો. પાણી હળવું ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો. સવારમાં ખાલી પેટે અને રાત્રે સુતા પહેલા પીવો. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ છે જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે. (વધુ ગરમ પાણીમાં મધ ન નાખવું )
મહેનત કર્યા વિના કોઈ પણ વસ્તુનું ફળ મળતું નથી. તેથી જ શરીરને ફિટ બનાવવા માટે શારીરિક વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તમારી ફિટનેસ માટે દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ લેવી જોઈએ. તમે વજન અને ચરબી ઘટાડવાની કસરતો કરી શકો છો.
ચોકલેટ આપણી બધાની ફેવરેટ હોય છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે. ડાર્ક ચોકલેટ ની એક બાર માં 70% કોકોઆ હોય છે જે એક પ્રકાર નું ફ્લેવોનોઈડ છે જે વજન ઓછું કરવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. જમ્યા પછી જો ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો તે તમારા બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખે છે.
વજન ઓછુ કરવા અને ચરબી ઘટાડવા મેથીનું પાણી ફાયદાકારક છે. મેથીમાં ફેટ્સ બર્ન કરવાના ગુણ હોય છે. તે તમારી પાચન ક્રિયા ને પણ મજબૂત કરે છે. દરરોજ રાત્રે સુતા પહેલા મેથી નું પાણી પીવાથી લીધેલા ખોરાક પચાવવામાં સરળતા રહે છે. તેના માટે મેથી ના દાણા ને પાણી માં પલાડી નાખો અને સુવાના અડધા કલાક પહેલા આ પાણી પીવું. આનાથી પેટ પર જામેલી ચરબી ના થર ઝડપ થી ઘટવા લાગશે.
આપને બધા દરરોજ જમ્યા પછી મુખવાસ તરીકે વરિયાળી ખાતા હોઈએ છીએ. ખાધા પછી કાચી વરિયાળી ખાવાથી ખાધેલો ખોરાક સરળતાથી પછી જાય છે. પેટ ની ચરબી ઘટાડવા માટે પણ આપણે કાચી વરિયાળી પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. વરીયાળી નું પાણી બનાંવા માટે તમે એક ચમચી કાચી વરીયાળી ને રાત્રે એક ગ્લાસ પાણી માં પલાળી રાખો. સવારે તે પાણી પી જાઓ.
શાકભાજી અને ફળો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો મોસમી શાકભાજી અને ફળો ખાઓ.
જો વજન અથવા ચરબી ઘટતી હોય, તો તમારે શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ ઘટાડવું જોઈએ. ઉપરાંત, જ્યારે તમારા શરીરને ઊર્જાની જરૂર હોય, ત્યારે તે તમારા શરીરની વધારાની ચરબીનો ઉપયોગ કરશે. જો તમે આ ઉપાયો કરશો તો 2 અઠવાડિયામાં તમને તમારા શરીરમાં ફરક દેખાશે.