આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની રોજિંદા જીવનમાં ઘણા બઘા બદલાવ કરતા રહેતા હોય છે, વ્યસ્ત જીવન શૈલી હોવાથી શરીરમાં ઘણા બઘા બદલાવ થતા જોવા મળતા હોય છે. જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

તેવામાં આપણી અનિયમિત ખાણી પીણી અને ચરબી યુકત ખોરાક વધુ ખાવાના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે જેને આપણે મોટાપા ની સમસ્યા લાવી શકે છે, ચરબી પેટ અને કમર પણ જમા થવાથી શરીરનો આખો આકાર પણ બદલાઈ જતો હોય છે.

જેથી આપણે આખા અલગ દેખાવા લાગીએ છીએ, શરીરમાં ચરબી વઘારવાથી વજન માં પણ વઘારો થાય છે જે બઘા રોગોનું મૂળ માનવામાં આવે છે. વજન ધટાડવા માટે ઘણા લોકો વર્ક આઉટ પણ કરતા હોય છે, પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જેમ ને વર્ક આઉટ કરવા માટે તેમના જોડે સમય પણ હોતો નથી.

વજન ઓછું કરવા માટે સવારે સમય ના મળતો હોય તો રાત્રે આ ત્રણ કામ કરવાનું છે જેથી તમારું વજન ખુબ જ ઝડપથી ઉતારી શકો છો. જો તમે આ કામ દરરોજ રાત્રે કરશો તો તમારું વજન એક જ અઠવાડિયા ઉતરતું હોય તેવું દેખાવા લાગશે.

વજન ઘટાડવા માટે આ ત્રણ કામ કરો
રસોઈમાં તેલનો ઉપયોગ ઓછો કરવો: જયારે તમે કોઈ પણ રસોઈ બનાવો તે સમયે તેમાં ઓછું તેલ નાખીને બનાવવું જોઈએ અને પછી જ ખાવું જોઈએ. તેલનો વપરાશ ઓછો કરવા માટે નોન-સ્ટીક વાસણમાં ખોરાક રાંધવો જોઈએ જેમાં તેલ નો ઉપયોગ ઓછો થાય છે, જેથી રસોઈ બનાવવા માટે નોન-સ્ટીક વાસણમાં જ રસોઈ બનાવો.

આવી રીતે ઓછા તેલનો ખોરાક ખાશો તો કેલરીની માત્રામાં ધટાડો થશે. અને શરીરમાં ચરબી જમા થવા દેશે નહીં જો તમે વધારે તેલ વાળા આહાર ખાઈને સુઈ જાઓ છો તો પેટમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે જેથી પેટની ચરબી અને કમરની ચરબીમાં વધારો થાય છે.

માટે તેલવાળા આહાર, ચરબી યુક્ત આહાર, મેંદા વાળા આહાર રાત્રિને સામે ખાવાનું ટાળવું જોઈએ, જેથી ચરબી વધશે નહિ અને વજન પણ કંટ્રોલમાં રહેશે. માટે આ પહેલું કામ કરવાથી ચરબીમાં ધટાડો થશે અને વજન ઓછું કરવામાં મદદ મળશે.

સારી ઊંઘ લેવી: સારી ઊંઘ માનવશરીરના આરોગ્ય માટે જરૂરી છે. આ માટે તમારે ઓછામાં ઓછી 6-7 કલાક ની ઊંઘ લેવી જોઈએ, ઊંઘ પુરી ના લેવાના કારણે વજન વધી પણ શકે છે, માટે સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. રાતે ઊંઘ ઓછી આવવાથી ચયાપચની ક્રિયામાં ધીમી થઈ જાય છે.

માટે સારી ઊંઘ લેવી જોઈએ.ઊંઘ પુરી કરવાથી કેલરી બર્ન થાય છે અને વજન પણ ખુબ જ ઝડપથી ધટાડવા માં મદદ મેળવી શકાય છે. માટે જો તમે પણ વજન ધટાડવા માંગતા હોય તો રોજિંદા જીવનમાં આ કામ જરૂર કરવું જોઈએ, આ સાથે તમારે બહારના ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

ચાલવું જોઈએ: ઘણા લોકોની ભોજન પછી બેસી રેહવાની કે સુઈ જવાની ટેવ હોય છે. જો તમે ભોજન પછી ચાલવાનું શરૂ કરશો તો ડાયજેશન સિસ્ટમ માં સુધારો થશે અને ખોરાકને પચાવશે જેથી વજન ખુબ જ ઝડપથી વજન ઉતરવામાં મદદ મળશે. આ ઉપરાંત કસરત અને યોગાને રોજિંદા જીવન માં સમાવેશ કરવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *