આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

હાલના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પોતાની વ્યસ્ત જીવન શૈલીમાં જીવી રહ્યા છે. જેના કારણે ઘણા લોકોને અનિયમિત ખાણી પાણી પણ હોય છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાને સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રહેવાનું સૌથી વધુ પસંદ કરે છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન કરતા હોય છે. તેવામાં વ્યક્તિની પાચનક્રિયા મંદ પડી જાય છે. જેના કારણે ખાધેલ ખોરાક ઝડપથી પચતો નથી. જેના કારણે ખોરાક સડવા લાગતો હોય છે જેથી અનેક બીમારીના શિકાર પણ બની જતા હોઈ છીએ.

તેમાની એક બીમારી એટલે કે વજન વધારો. હાલના સમયમાં મોટાભાગના લોકોનું વજન વધારે હોય છે. જેના કારણે ઘણા લોકો જીમમાં જઈને કસરત પણ કરતા હોય છે. ઘણા લોકો સવારે અને સાંજે બને સમયે ચાલવા જતા હોય છે. વજન ધટાડવા માટે ઘણા બઘા પ્રયત્નો કરવામાં આવે છે.

તમને જણાવી દઉં કે ઉનાળામાં વજન ઘટાડવું ખુબ જ સરળ છે. જલ્દીથી વજન કેવી રીતે ઓછું કરવું તે દરેક વ્યક્તિનો પ્રશ્ન હોય છે. માટે આજે અમે તમને એક એવી ટ્રીક વિષે જણાવીશું જેની મદદથી તમે ખુબ જ આસાનીથી વજન પર કાબુ મેળવી શકો છો. તો ચાલો જાણીએ કેટલીક ટ્રીક વિશે.

સૌથી વધુ પાણી પીવું: ઉનાળાની ગરમીમાં આપણા શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઓછામાં ઓછું ચાર થી પાંચ લીટર પાણી પીવું જોઈએ. જેથી વધુ પાણી પીવાથી આપણે ભૂખ ઓછી લાગશે જેથી આપણે વજન ખુબ જ સરળતાથી ઘટાડવામાં મદદ મેળવી શકીશું. માટે બને તેટલું વધારે પાણીનું સેવન કરવું જોઈએ.

ભોજન સાથે સલાડનું સેવન કરવું: દિવસમાં કોઈ પણ સમયે જયારે જમવા બેસો ત્યારે ભોજન સાથે સલાડનું સેવન કરવું જોઈએ. સાલડનું સેવન કરવાથી ખાવાનું ખુબ ખવાય છે સલાડમાં ગાજર, ટામેટા, કાકડી બીટ જેવી વસ્તુઓનું સલાડ બનાવીને ખાવું જોઈએ. બપોર અને રાત્રીના ભોજન સાથે સલાડનું સેવન કરવું જોઈએ જે વજનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે.

ફ્રુટનું સેવન કરવું: વજન ધટાડવા માટે ફળોનું સેવંન કરવું ખુબ જ જરૂરી છે. આ માટે તમારે સવારે 10 વાગે અને સાંજે 4:30 વાગ્યે કોઈ પણ ફળનું સેવન કરવું જોઈએ. સીઝનમાં આવતા દરેક ફળનું સેવન દિવસમાં વખત કરવાથી વજન ખુબ જ સરળતાથી ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે પપૈયાનું જ્યુસ ખુબ જ ફાયકારક છે. પપૈયું ખાવાથી પેટ સાફ રહે છે જેથી ચરબી બનવા દેતું નથી માટે પપૈયું વજન ઘટાડવા માટે ખુબ જ અસરકારક છે.

રાત્રિનું ભોજન હળવું લેવું: ઘ્યાનમાં રાખવું કે રાત્રિનું ભોજન હળવું જ લેવું જોઈએ. કારણકે હળવો આહાર લેવાથી તે ખુબ જ ઝડપથી પચી જાય છે. જેથી ખોરાક ચરબીમાં રૂપાંતર થતો નથી જેથી વજન ઘટાડવામાં હળવો ખોરાક ખુબ જ ફાયદાકારક છે.

ભોજન પછી સૂવું ના જોઈએ: બપોરના ભોજન કે પછી રાત્રીના ભોજન પછી ઘણા લોકોને સુઈ જવાની આદત હોય છે.ભોજન પછી સુઈ જવાથી આપણી પાચનશક્તિ મંદ પડી જાય છે જેથી ખોરાક ના પચવાના કારણે તે ચરબીમાં રૂપાંતર થાય છે માટે ખોરાકને ચરબીમાં રૂપાંતર ના થવા દેવા માટે ભોજન પછી સુઈ જવાની ટેવ ભૂલી જવી જોઈએ. રાત્રીના ભોજન પછી 25-30 મિનિટ ચાલવું જોઈએ. જેથી ખોરાક પચે અને પાચનશક્તિ મજબૂત થાય. જેથી વજન ઘટાડવા માટે હળવા આહારનું સેવન કરવું જોઈએ.

હૂંફાળા પાણીનું સેવન કરવું: સવારે નરણાકાંઠે ઉઠીને એક ગ્લાસ પાણીને ગરમ કરીને થોડું ઠંડુ થાય ત્યારે પી જવાનું છે. જેથી શરીરમાં રહેલ બઘા હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરે છે. સાથે ચરબીના થર ને પણ તોડે છે. જેથી વજન પણ કંટ્રોલમાં લાવવામાં મદદ મળે છે. માટે વજન ઘટાડવા રોજે એક ગ્લાસ હૂંફાળા પાણીનું સેવન કરવું જોઈએ.

વજન ઘટાડવા માંગતા હોય તો આ ટ્રિકને અપનાવશો તો ખુબ જ ઝડપથી વજન ઘટવા લાગશે. વજન ધટાડવા માંગતા હોય તો બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન ઓછું કરી દેવું જોઈએ. સાથે મીઠાઈ પણ ખાવાનું ઓછું કરવું જોઈએ જે વજનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *