ઉનાળામાં પરસેવા અને ધૂળવાળી માટીની અસર માત્ર ચહેરા પર જ નહીં પરંતુ ગરદન પર પણ જોવા મળે છે. આ ઋતુમાં ઘણીવાર લોકોની ગરદન કાળી થઈ જાય છે, પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારા ચહેરા અને ત્વચાનો રંગ કાળો નથી થતો પરંતુ તમારી ગરદન કાળી થઈ જાય છે.

ઘણીવાર મહિલાઓ ગરદનની કાળાશ દૂર કરવા માટે બ્યુટી પાર્લરમાં સ્ક્રબિંગ, ક્લિન્ઝિંગ, મસાજ અને ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ કરાવતી હોય છે, પરંતુ તેમ છતાં ઘણીવાર તેમની ગરદનની કાળાશ દૂર થતી નથી.

તમે જાણો છો કે કાળી ગરદન માટે તમારું આંતરિક સ્વાસ્થ્ય મોટે ભાગે જવાબદાર છે. કાળી કાળી ગરદનના ઘણા કારણો હોય છે જેમ કે સ્થૂળતા, આનુવંશિક કારણો, ઇન્સ્યુલિન પ્રતિકાર, સ્ત્રીઓમાં PCOS, ડાયાબિટીસ, હાઇપોથાઇરોઇડ અને ત્વચાની એલર્જી પણ કાળી ગરદનનું કારણ બની શકે છે.

જો તમે પણ તમારી ગરદનની કાળાશથી પરેશાન છો તો સૌથી પહેલા તેનું કારણ જાણવું જરૂરી છે. કાળી ગરદનનું કારણ જાણીને તમે તેની કાળાશથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે કેટલાક ઘરગથ્થુ ઉપાયો દ્વારા ગરદનના કાળા રંગથી છુટકારો મેળવી શકાય છે.

ખાંડ : ખાંડનો કાળી ગરદનથી છુટકારો મેળવવા કરી શકો છો. આ ઉપાય માટે સૌ પ્રથમ પાણીથી ગરદન ભીની કરી એક ચમચી ખાંડને હથેળી પર લઈને ગરદન પર લગાવો અને સ્ક્રબિંગ કરો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ગરદન ધોઈલો. આ પાણીથી ગરદન પર હળવા હાથે મસાજ કરો.

બેકીંગ સોડા : બેકીંગ સોડાનો ઉપયોગ પણ કાળી ગરદનથી છુટકારો મેળવવા કરી શકો છો. આ મટે પેસ્ટ તૈયાર કરવી પડશે. આ પેસ્ટ તૈયાર કરવા માટે બે ચમચી બેકીંગ સોડામાં પાણી ભેળવીને સેમી લિક્વિડ ઘોળ બનાવી લો. પછી થોડા સમય પછી ગરદન પર લગાવી રાખો આનાથી પણ સારી અસર થશે.

મધ : મધમાં લીંબુ ભેળવી લગાવવાથી પણ કાળી ગરદનથી છુટકારો મેળવવા કરી શકો છો. આ માટે મધ અને લીંબુનું મિશ્રણ ગરદન પર લગાવી રાખી સુકાઈ ગયા પછી ઠંડા પાણી ધોઈ લો. આ ઉપાય કરવાથી પણ ગરદન પરની કરચલી તેમજ નિસ્તેજ ત્વચા દૂર થઈ જશે આ સાથે કાળાશ પણ દૂર થઇ જશે.

ત્વચાની કાળાશ દૂર કરવા માટે તમારે તમારું વજન ઓછું કરવું જોઈએ. બોડી માસ્ક ઇન્ડેક્સ જાળવો. બોડી માસ ઈન્ડેક્સ બતાવે છે કે તમારું શરીરનું વજન તમારી ઊંચાઈ પ્રમાણે યોગ્ય છે કે નહીં.

ગરદનને સાફ રાખો, તો જ તમને ગરદનના કાળા રંગથી છુટકારો મળશે. ગરદનને સાફ કરવા માટે, તમે ગરદનને સાબુથી ધોઈ લો અને કેટલાક ઘરેલું ઉપચારનો પણ ઉપયોગ કરો.

હોર્મોન ટેસ્ટ કરાવો. હોર્મોનલ વધઘટ સમસ્યાઓનું કારણ બની શકે છે. લેક્ટિક એસિડ બેઝ ક્રીમ અને લોશનનો ઉપયોગ કરો, તમે કાળી ગરદનથી છુટકારો મેળવશો. ત્વચા પર અત્તર અને રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો.

ગરદન પર સનસ્ક્રીન જરૂરથી લગાવો. સનસ્ક્રીન તમારી ત્વચાને સૂર્ય અને હાનિકારક કિરણોથી બચાવશે. ત્વચા પર કઈ પણ ઘસવું નહીં અને ત્વચા પર આ બધી ટિપ્સને અનુસરો, તમે ટૂંક સમયમાં ગરદનની કાળાશથી છુટકારો મેળવશો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *