આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે વાળનો ગ્રોથ વઘારવા અને વાળને ખરતા અટકાવા માટે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેના વિશે જણાવીશું. અત્યારની ઠંડીની સીઝનમાં વાળનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

શિયાળામાં ખાસ કરીને વાળમાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા વધુ થતી હોય છે. વાળ ખરી જવાના કારણે ચહેરાનો દેખાવ ઓછો થઈ જાય છે. જેથી ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

વાળની સમસ્યા થી છુટકાળો મેળવવા માટે ઘણી પ્રોડક્ટ અને બ્યુટી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં પણ વાળ ખરવાના ચાલુ જ રહે છે. જેથી ઘણી વખત એવું થાય છે કે હવે શું કરવું તેવો સવાલ ઉભો થાય છે.

માટે જ આજે અમે તમને એવી વસ્તુ વિશે વાત કરીશું જેનું સેવન કરશો તો વાળ ખરવાની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે. આ ઉપરાંત તમારા વાળ લાંબા, સિલ્કી અને જાડા થશે.

1. આમળા: શિયાળામાં આમળાનું સેવન કરવાથી વાળ સિવાય અન્ય ફાયદા પણ થાય છે. માટે વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે આમળાનું સેવન કરવું ફાયદાકારક છે. તમે આમળાના રસને તમારા વાળ પર પણ લગાવી શકો છો. તેના માટે તમારે આમળા ને લઈને તેના ટુકડા કરીને મિક્સર માં ક્રસ કરીને રસ કાઢો.

ત્યારબાદ આ રસને વાળના મૂળમાં તેલની જેમ લગાવી દો. 30-40 મિનિટ થાય પછી વાળને ઘોઈ દેવા. આ ઉપયનો ઉપયોગ કરવાથી વાળ ખરતા તો બંઘ થશે તેની સાથે વાળ મજબૂત અને સિલ્કી પણ થઈ જશે.

2.ગાજર: શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ગાજર મળી રહે છે. ગાજરનો ઉપયોગ ઘણા લોકો સલાડ કે જ્યુસ બનાવીને સેવન કરે છે. ગાજરમાં બાયોટિન પ્રોટીન જોવા મળે છે. જે ગાજર વાળને મજબૂત અને જાડા બનાવવામાં મદદ કરે છે.

3.કઠોળ: ખરતા વાળની સમસ્યા દૂર કરવા કઠોળનું સેવન કરવું જોઈએ. કારણકે કઠોળમાં ભરપૂર માત્રા માં આયર્ન મળી આવે છે. જે વાળનો ગ્રોથ કરવા માં મદદ કરે છે. આ ઉપરાંત ફણગાવેલ કઠોળનું સેવન કરવાથી વાળને ખરતા અટકાવે છે અને વાળને મજબૂત કરે છે.

4.સોયાબીન: સોયાબીન ઘણા લોકોને નથી. પરંતુ નિયમિત સોયાબીનનું સેવન કરવામાં આવે તો વાળ મજબૂત સિલ્કી અને જાડા બને છે. વાળને ખરતા અટકાવા, વાળને મજબૂત કરવા, વાળને લાંબા કરવા આ બઘી વસ્તુ નું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી વાળની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *