અત્યારની જીવન શૈલી માં મોટાભાગે દરેક વ્યક્તિને કામની ચિંતા કે અન્ય કોઈ ટેન્શનના કારણે પરેશાન હોય છે. ઘણી વખત આ સમસ્યા ખુબ જ મોટી થઈ શકે છે. આ સમસ્યા ના ઘણા કારણો પણ હોઈ શકે છે.
હાલના સમય પ્રમાણે દરેક વ્યક્તિને ઓફીસ નું ટેન્શન, ઘરનું ટેન્શન વઘારે હોય છે. જેના કારણે તે વ્યક્તિ ખુબ જ વિચારમાં પડી જતો હોય છે. જેના કારણે માનસિક તણાવ, ડિપ્રેશન, નિરાશા જેવી સમસ્યા થતી હોય છે. દરેક વ્યક્તિને અલગ અલગ પરેશાની હોય છે.
જેના કારણે વ્યકતિ ઘણી મુશ્કેલીમાં અને તણાવમાં જ સમય પસાર કરી દે છે. આ સમસ્યા માત્ર એક વ્યક્તિને નથી હોતી આ સમસ્યા અત્યારે દરેક વ્યકતિને હોય છે. આવી સમસ્યા માં મગજ કામ કરતુ પણ બંઘ થઈ જાય છે.
ઘણા નિષ્ણાતો અનુસાર એવું જાણવા મળ્યું છે કે મગજને શાંત અને યોગ્ય રીતિ કાર્ય કરવામાં કેટલાક ખોરાક લેવા જરૂરી છે જેનું સેવન કરવાથી મગજની કાર્ય ક્ષમતા મજબૂત થાય છે. જેના કારણે ચિંતા અને તણાવ માંથી મુક્તિ મળી શકે છે. માટે આજે અમે મગજને યોગ્ય કાર્ય કરે તે માટે કયો ખોરાક લેવો તેના વિશે જણાવીશું.
ઓમેગા-3 યુક્ત આહાર: મગજને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પૂરતો આહાર લેવો ખુબ જ જરૂરી છે. માટે ઘી નું સેવન કરવું ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3 મળી આવે છે. દરરોજ એક ચમચી ઘી નું સેવન કરી લેવું જોઈએ. જેથી શારીરિક બીમારી અને માનસિક બીમારી બંનેમાં ફાયદાકારક માનવામાં આવે છે.
દ્રાક્ષનું સેવન: તણાવ અને ચિંતાને દૂર કરવા માટે સવારે 8થયો 10 દ્રાક્ષ પલાળેલી રાખવી જોઈએ. અને આ પલાળેલી દ્રાક્ષનું સેવન રાત્રે સુવાના પહેલા કરવું. આમ કરવાથી મગજ શાંત થશે અને તણાવ અને ચિતામાં ઘટાડો થશે.
પોટેશિયમ અને મેગ્નેશિયમ યુક્ત આહાર : દરરોજ પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર આહાર લેવો જોઈએ. જેથી માનસિક તણાવ અને ચિંતા પણ દૂર થાય છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
વિટામિન-ડી: આપણા શરીરમાં વિટામિન-ડી ની ઉણપ હોય તો આપણે કોઈ પણ કામ કરવામાં મૂળ પણ નથી રહેતું. જેથી આપણું કામ અધૂરું રહે છે અને આપણે તણાવ અને ચિતા રહેતી હોય છે. માટે આપણા શરીરમાં વિટામિન-ડીની ઉણપ દૂર કરવા માટે દરરોજ તડકામાં 10થી 15 મિનિટ બેશવું જોઈએ.
ઉપર જણાવેલ વસ્તુને આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી શરીરમાં હેપી હોર્મોન્સને વઘારી શકે છે જેના કારણે ચિતામાં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત તમે આહારમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લઈ શકો છો.