મિત્રો શરીરમાં કોલેસ્ટ્રોલ ખોટા આહારને કારણે વધવા લાગે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. સારું કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જયારે, ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી સ્ટ્રોક અને હૃદય રોગનું જોખમ વધે છે.
આ માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા સંતુલિત આહાર લેવાની ભલામણ કરે છે. આ સાથે દરરોજ કસરત કરવી પણ જરૂરી છે. આ ઉપરાંત વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, આહારમાં ઓમેગા -3 ફેટી એસિડ સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
આ સિવાય તમે સફેદ કોળાને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. સફેદ કોળું સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. સફેદ કોળું અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. તો આવો, તેના વિશે જાણીએ.
સફેદ કોળું : આયુર્વેદમાં સફેદ કોળાને ઔષધી ગણવામાં આવે છે. પ્રાચીન સમયમાં, સફેદ કોળાને દવા માનવામાં આવતું હતું. પેટ સંબંધિત વિકારો દૂર કરવા માટે સફેદ કોળું ખાવાની સલાહ આપવામાં આવતી હતી. આજકાલ પણ સફેદ કોળાનો રસ પીવાનું કહેવામાં છે.
તેમાં વિટામિન, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, ઝિંક, બળતરા વિરોધી જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે વિવિધ પ્રકારના રોગોની સારવારમાં અસરકારક છે. તેમાં એમિનો એસિડ હોય છે. તેના ઉપયોગથી તણાવમાં ઝડપથી રાહત મળે છે.
સફેદ કોળાનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તેમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે અસ્થમા અને આર્થરાઈટિસમાં ફાયદાકારક સાબિત થાય છે.
જૂના સમયમાં, સ્વસ્થ રહેવા માટે સફેદ કોળાના રસનું સેવન કરવાનું કહેવામાં આવતું હતું. સફેદ કોળાનો રસ પીવાથી શ્વેત રક્તકણો (WBC) વધે છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેના બીજમાં ઝિંક અને કેરોટીનોઈડ મળી આવે છે, જે પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં ફાયદાકારક સાબિત થાય છે.
જો તમે વધતા વજનથી પરેશાન છો અને કંટ્રોલ કરવા માંગો છો તો તમે સફેદ કોળાનું સેવન કરી શકો છો. તેના સેવનથી વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.