આજના સમયમાં દરેક લોકો કોઈ ના કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે. જો આજના સમયની વાત કરીએ તો ખાસ કરીને દરેકે લોકો માથાના સફેદ વાળની સમસ્યાને લઈને ખુબજ ચિંતિત હોય છે. ઘણા લોકોમાં ખુબજ નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે.

સૌ પ્રથમ માથામાં ગણતરીના સફેદ વાળ જોવા મળે છે પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે વાળ સફેદ સફેદ થવાનું પ્રમાણ વધતું જાય છે જેથી બધા લોકો માથામાં સફેદ વાળ જોઈને ગભરાઈ જતાં હોય છે. વાળ સફેદ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે પરંતુ મુખ્ય કારણ છે વધતો જતો તણાવ.

જો તમારે પણ સફેદ વાળોની સમસ્યા શરૂ થઈ ચૂકી છે તો તમારે પણ અહીંયા જણાવેલી ભૂલો કરવાથી બચવું જોઈએ. તો ચાલો જાણીએ આ ભૂલો વિષે. સફેદ વાળને ક્યારેય પણ ચૂંટીને ઉખાડવા જોઈએ નહીં: તમે પણ નોટિસ કર્યું હશે કે ઘણી વખત જે લોકોના માથામાં જ્યારે એક અથવા બે સફેદ વાળ જોવા મળે ત્યારે સફેદ વાળ ઉખાડતા હોય છે જેથી તેમના માથામાં સફેદ વાળ ન દેખાય.

પરંતુ તમે એવું કરતા હોય તો ચેતી જજો. સફેદ વાળ ઉખાડવાથી વાળના જડમૂળમાં તેની સીધી અસર થાય છે જેથી ઘણીવખત ત્યાં નવા વાળ ઉગતા બંધ થઈ જાય છે અથવા તો વાળ ઘટવા લાગે છે. જેથી વાળ પાતળા થઈ જાય છે. જે સફેદ વાળ તમે માથામાંથી ઉખાડો(ચૂંટો) છો તે વાળ ફરીથી સફેદ જ આવવાનો છે તેથી ક્યારેય પણ માથાના સફેદ વાળ ઉખાડવા જોઈએ નહીં.

હેર ડાઈનો ઉપયોગ ટાળો: ઘણા લોકો માથામાં સફેદ વાળ જોતાં જ હેર ડાઈ લગાવાનું શરૂ કરી દે છે તો ઘણા લોકો વાળ કાળા હોવા છતાં માથામાં જુદા જુદા કલર કરે છે. પરંતુ તમને જણાવીએ કે આવું કરવાથી તમારા વાળ વધુ સફેદ થતાં જાય છે.

ઘણીવખત કેમિકલયુક્ત હેર ડાઈના કારણે વાળને અન્ય પ્રકારે પણ નુકસાન પહોંચી શકે છે તેમાં વાળ ખરવા, વાળ ના બે ભાગ થવા કે વાળ નવા ઉગતા બંધ થઇ જવા વગેરે સમસ્યાઓ થઇ શકે છે.

સ્મોકિંગ કરવાનું બંધ કરવું: જો તમારી ઉંમર નાની છે અને તમારા માથાના વાળ સફેદ થઈ રહ્યા છે તો સ્મોકિંગ કરવાનું બંધ કરી દો. આ સિવાય જો તમે હેર કેર રુટિનમાં શેમ્પૂ, કંડિશનર, હેર પેક વગેરે જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમારે આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ.

તમે ઘરે જ આ બધી ચીજવસ્તુઓ બનાવી ઉપયોગ કરી શકો છો. આ સિવાય જયારે તમે ઘરની બહાર નીકળો ત્યારે પ્રદૂષણવાળા વાતાવરણમાં તમારા માથાના વાળનું ખાસ ધ્યાન રાખો. આ સાથે તમને જણાવીએ કે ઘણાં લોકો પોતાના વાળમાં બિયરનો ઉપયોગ કરતા હોય છે.

પરંતુ તમારે જાણવાની જરૂર છે કે બીયરમાં આલ્કોહોલની માત્રા હોય છે જેના સતત ઉપયોગથી વાળનો કલર સફેદ થતો જાય છે. અમે આશા રાખીએ છીએ કે તમને અમારી આ માહિતી સારી લાગી હશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *