પ્લાસ્ટિકની બોટલમાં પાણી પિતા પહેલા આ લેખ જરૂર વાંચી લેજો. સૌથી વઘારે પાણી આપણે ગરમીમાં પી લઈએ છીએ. આ ઉપરાંત આપણે ક્યાંક બહાર ગયા હોય ત્યારે આપણી બહાર થી પાણીની બોટલ ખરીદીને પાણી પીએ છીએ.
ઘણા લોકોને બહારથી પાણી ખરીદીને પીવાનું વઘારે પસંદ કરે છે કારણકે બહારનું પાણી ઠંડુ હોવાથી લોકો વઘારે પીવે છે. અને ઘણા લોકો એવા પણ હોય છે કે ઘરેથી નીકળતા તો પાણીની બોટલ ભરીને સાથે જ રાખતા હોય છે.
ઘણા લોકો ઠંડુ પીણું એટલેકે કોકો, પેપ્સી જેવી બોટલ ઘરે લાવે છે અને તેજ બોટલમાં પાણી ભરીને પાછું ફ્રીઝ માં મૂકી દેતા હોય છે. પરંતુ તમારી આ આદતને કારણે ઘણું નુકસાન પણ થઈ શકે છે.
કારણ કે બોટલોને ઘણા કેમિકલ ઉમેરીને બનાવવામાં આવતી હોય છે. ઘણી બોટલોને રિસાયકલ કરીને ફરીથી પણ બનાવવા આવે છે. આ ઉપરાંત તેને હાઈ ટેમ્પ્રેચર પર રાખવામાં આવે છે.
પ્લાસ્ટિકની બોટલો બનાવામાં વઘારે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે શરીરને પર નુકસાન થાય છે. જયારે પાણીની બોટલમાં ગરમી પડે ત્યારે પાણીમાં રહેલા મિનરલ્સ પર અસર પડે છે.
જયારે આ પાણીને ઠંડુ કરીને પીવામાં આવે તો શરીરમાં રહેલ ગ્રંથિઓ પર તેની અસર થતી હોય છે. જેના કારણે તેની સીઘી અસર હોર્મોન્સ પર પડતી હોય છે.
આપણે બઘા આ વાતથી અજાણ હતા જેના કારણે આપણે બજારમાં મળતી આવતી પાણી બોટલનું પાણી પીવાનું વઘારે પસંદ કરતા હતા. પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાના બદલે બજારમાં મળતી સ્ટીલની બોટનો ઉપયોગ કરવો વધુ સારું રહે છે.
અત્યારના સમયમાં ખુબ જ સરળતાથી સ્ટીલની બોટલ મળી રહે છે. પ્લાસ્ટિકની બોટલામા લાંબા સમયે મિનરલ્સ ઓછા થઈ જાય છે અને સ્ટીલની બોટલમાં પાણી રહેવાથી મિનરલ્સ માં ઘટાડો નથી થતો.