આપણા સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર ખૂબ જ જરૂરી છે. સારો આહાર એટલે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો અને પીણાં પીવા. કેટલાક એવા ખોરાક છે જેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
શરીરને સ્વસ્થ રાખવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, કાર્ડિયોથોરાસિક સર્જન ડૉ. શ્રીરામ નેનેએ તાજેતરમાં તેમના મનપસંદ પીણાની રેસિપી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટમાં જણાવ્યું છે કે સવારે આ પ્રાકૃતિક ડ્રિન્કનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે.
અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડૉ. નેનેએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે આ પોષક તત્વોથી ભરપૂર ડ્રિન્ક શરીરની રોજિંદી જરૂરિયાતોને સરળતાથી પૂરી કરે છે. આ પીણું ચયાપચયને વેગ આપે છે અને વજન પણ નિયંત્રિત કરે છે. તેણે આ પીણાને ‘એબીસીજી જ્યૂસ’ નામ આપ્યું છે.
આ એનર્જી ડ્રિંક બનાવવા માટે સફરજન, બીટરૂટ, ગાજર અને આદુના રસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડો.નેને કહે છે કે આ ડ્રિંકમાં તમામ વિટામિન હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. ડો. શ્રીરામ નેનેએ જણાવ્યું કે આ ડ્રિન્ક રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, ભૂખ વધારે છે અને ત્વચામાં ચમક લાવે છે.
View this post on Instagram
ડ્રિન્ક કેવી રીતે તૈયાર કરવું ? સામગ્રી : 300 ગ્રામ – બીટરૂટ, 300 ગ્રામ – ગાજર, 100 ગ્રામ – સફરજન, ½ ઇંચ – આદુ, ½ ટીસ્પૂન – લીંબુ, સ્વાદ પ્રમાણે મીઠું
ડ્રિન્ક કેવી રીતે બનાવવું: સૌ પ્રથમ બીટરૂટ, ગાજર, સફરજન, આદુને કાપીને મિક્સરમાં નાખો અને તેનો રસ કાઢો. આ રસને ગાળીને ગાળી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. તમે સવારે ખાલી પેટ આ જ્યુસનું સેવન કરી શકો છો.
શા માટે આ જ્યુસ પીવું?: આ ABCG જ્યૂસનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે. આ ફિટનેસ પ્રેમીઓનું પ્રિય જ્યુસ છે. આ ચમત્કારિક ડ્રિન્ક ઝિંક, પોટેશિયમ, મેંગેનીઝ, વિટામિન એ, વિટામિન બી6, વિટામિન સી જેવા ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે જે શરીરને સ્વસ્થ રાખે છે.
તેને ખાલી પેટે ખાવાથી ફાયદો થાય છે. આ પીણામાં હાજર સફરજન દ્રાવ્ય ફાઇબર અને પાણીથી ભરપૂર હોય છે, જ્યારે બીટરૂટ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે ઘણા રોગો સામે રક્ષણ આપે છે. આ રસમાં રહેલા ગાજરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા અને આંખોનું રક્ષણ કરે છે, જ્યારે આદુ રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને પાચનમાં મદદ કરે છે.