આપણા શરીરનું લીવર સૌથી મહત્વનું અંગ છે. લીવરને શરીરનું હાઈ વોલ્ટેજ પાવર પાવર હાઉસ કહેવામાં આવે છે. વિટામિન, પ્રોટીન,કોલેસ્ટ્રોલ, કાબોહાઈડ્રેડ્સ, ખનીજોના સંગ્રહ સુધી, આ અંગો મહત્વના કર્યો કરે છે. આંતરડામાંથી જે લોહી બહાર આવે છે તે લોહી લીવરમાંથી પસાર થાય છે.
જે બ્લડની પ્રક્રિયા નું કાર્ય કરે છે. તેની અંદર પોષક તત્વો એડ કરે છે આ ઉપરાંત યકૃત માંથી ઘણા ટાઈપના હોર્માન્સ નો સ્ત્રાવ થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. જો લીવર માં કોઈપણ સમસ્યા થાય તો તેની અસર શરીર પર પડી શકે છે.
જો તમે યોગ્ય આહાર લો અને તેની સાથે કેટલાક આસાન કરો તો તમને લીવરની ને સ્વસ્થ રાખી શકો અને આસાન કરવાથી શરીરને પણ ઘણો લાભ મળે છે. તો ચાલો જાણીએ કે લીવર ને સ્વસ્થ રાખવા માટે ક્યાં યોગાસન કરવા જોઈએ.
શલભાસન યોગ : યકૃત માં થતી સમસ્યાથી સુરક્ષિત રહેવા માટે આ યોગ ફાયદાકારક છે. આ યોગ કરવાથી પેટને લગતી અન્ય સમસ્યા પણ દૂર થાય છે. આ આસાન કરવા માટે સૌથી પહેલા એક સાદડી પાથરીને તેના પર ઉંધા સુઈ જાઓ.
બને પગને સીધી દિશામાં રાખો અને હાથ ને કમર જોડે રાખો,પછી ઊંડો શ્વાસ લેવો, ત્યારબાદ બંને પગને ઉપરની તરફ થોડા ઊંચા કરો, હાથ ને કમર તરફ સીધા રાખો, આસાન કરતી વખતે ઘૂટણ વાળવું નહિ. તમારી અનુકુરતા અનુસાર આ સ્થિતિમાં રહો.
ત્યારબાદ ધીરે ધીરે હાથ અને પગ નીચે તરફ લાવી ને રિલેસ્ક્સ થઈ જાઓ. પછી ફરીથી બતાવ્યા પ્રમાણે આસન કરો. આ આસાન દિવસમાં 5 મિનિટ કરવું જોઈએ.
બાલાસન યોગ : વિવિધ સ્ત્રાવ ને કંટ્રોલ કરવા અને યકૃતનું આરોગ્ય જાળવી રાખવા માટે આ યોગ કરવો ફાયદાકારક છે. ચયાપચયની ક્રિયા ને નિયંત્રિત કરવા અને લીવર ને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ખુબ જ ઉપયોગી છે. તો સૌથી પહેલા સાદડી પાથરી લો,
ત્યારબાદ વજ્રાસન સ્થિતિમાં બેસી જાઓ, શ્વાસ ઉંડો ખેંચો, ત્યારબાદ હાથ ને ઉપરની તરફ સીધા કરો, શ્વાસ ને બહાર નીકળતી વખતે આગળની તરફ ઝુકાવો, હાથ અને માથું બને જમીન પર અડે તે રીતે નમવું, ત્યાબાદ શ્વાસ ને અંદર બહાર નીકાળો, પાંચ રિલેક્સ થઇ જાઓ અને ફરીથી તે રીતે કરો. આ આસાન દિવસમાં 5-10 મિનિટ કરવી.
કપાલભાતી પ્રાણાયામ : આ પ્રાણાયામ કરવો લીવર માટે સૌથી બેસ્ટ છે. આ પ્રાણાયામ કરવાથી કમળો, હિપેટાઇટીસ, લીવર સિરોસિસ જેવા રોગોમાં યકૃતનું આરોગ્ય જાળવી રાખવા માં મદદ કરે છે. સો પ્રથમ સાદડીને પાથરી લો, દયાન કરવા બેઠા હોયતે સ્થિતિમાં બેસવું,
ત્યારબાદ ઉંડો શ્વાસ લેવો, અને ઝડપ થી બહાર કાઢો, આ રીતે શ્વાસ ને અંદર બહાર ઓછામાં ઓછી 5-10 મિનિટ માટે કરી શકો છો. જો તમે પણ આ યોગાસન દરરોજ કરો તો તેનો ચોક્કસ ફાયદો જોવા મળશે. યોગ કરવા આપણા શરીર માટે ઘણું સારું છે.