આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

હવે બોર્ડની પરીક્ષાઓ ખુબ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષના મોટાભાગના ક્લાસ ઓનલાઇન રહયા છે, તો ઓનલાઈન ક્લાસ લેતા ઘણા બાળકો પરીક્ષા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર નથી હોતા. બની શકે કે સામાજિક અંતરને કારણે બાળકો ઘરમાં જ મર્યાદિત થઇ ગયા હોય અને તેઓ ચિંતા, મૂડ સ્વિંગ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અભ્યાસમાં મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યાં છે.

પરંતુ તમે બાળકના ઉજ્જવળ ભવિષ્યમાં કોઈપણ અડચણ ના આવવા દો. તમે તેમને આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે તૈયાર કરવા માટે અને બાળકો તેમના મગજને તેજ કરવા, યાદશક્તિ વધારવા માટે અને સારા સ્વાસ્થ્ય માટે યોગાસનોની મદદ લઈ શકો છો.

યોગ અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં એકદમ અસરકારક છે અને તેથી જ સવારે વહેલા 30 મિનિટ યોગ કરે છે. તો આ સ્થિતિમાં ઘણા યોગાસનોનો બાળકોના અભ્યાસ માટે ફાયદાકારક બની શકે છે. તો ચાલો જાણો એવા કયા યોગાસનો છે જે બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે.

yoga pose for child gujarati

 

તાડાસન- એકાગ્રતા : અભ્યાસ માટે એકાગ્રતા ખુબ જ જરૂરી છે. બાળકોના મનને એકાગ્ર કરવા માટે તાડાસન યોગનો અભ્યાસ કરાવો. તાડાસન યોગાસનથી બાળકોની શ્વાસ લેવાની ક્ષમતા વધે છે અને એનર્જી લેવલ વધારવામાં પણ મદદ કરે છે. આ યોગાસન કરવાથી મૂડ સારો રહે છે અને બાળકોની ઊંચાઈ પણ વધે છે.

વૃક્ષાસન- તણાવમાં ઘટાડો : પરીક્ષા દરમિયાન બાળકોમાં તણાવ આવી શકે છે કારણ કે તે લોકો પરીક્ષા લઈને ખુબ ચિંતિત હોય છે. બીજી તરફ આખો દિવસ બેસીને વાંચવાથી પણ તેના શરીરમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં વૃક્ષાસન યોગનો અભ્યાસ કરીને, માનસિક શાંતિ એટલે કે તણાવ ઘટાડવા અને શરીરના દુખાવામાં રાહત મેળવી શકાય છે. બાળકોએ સવારે 2 થી 5 મિનિટ વૃક્ષાસન યોગ કરવો જોઈએ.

અધોમુખસ્વાનાસન – સુસ્તી દૂર કરે : આ યોગાસન શરીરમાં લવચીકતા લાવે છે. સ્ફૂર્તિ વધે છે અને સુસ્તી દૂર થાય છે. આ આસન કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહમાં સુધારો થાય છે. તેનાથી બાળકોના હાથ-પગને મજબૂત બનાવવામાં મદદ મળે છે.

કેટલીકવાર બાળકોને અભ્યાસ કરતી વખતે ઊંઘ આવે છે તો આ આસનથી તેના માથામાં રક્ત પરિભ્રમણ વધે છે, તેનાથી મગજમાં યોગ્ય રીતે ઓક્સિજન પહોંચે છે અને અભ્યાસમાં એકાગ્રતામાં વધારો થાય છે.

ધનુરાસન- કમર અને પીઠના દુખાવાથી રાહત : જ્યારે બાળકો પરીક્ષા સમયે સતત અભ્યાસ કરે છે ત્યારે તેમને આખો દિવસ બેસી રહેવું પડે છે. જેના કારણે તેની પીઠ પર દબાણ આવે છે અને કમરના દુખાવાની પણ શક્યતા રહે છે.

પરંતુ ધનુરાસનનો અભ્યાસ બાળકોની પીઠને મજબૂત બનાવે છે અને તેની સાથે તેમના હાથ અને પીઠના દુખાવામાં પણ રાહત મળે છે. શરીરમાં લચીલાપણું લાવવા માટે આ યોગ કરો.

અમને આશા છે કે તમને આ યોગાસનોની જાણકારી પસંદ આવી હશે અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો, અહીંયા તમને હેલ્થ ટિપ્સ, યોગાસન સબંધિત માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *