જો તમે યોગ કરો છો તો તમે જાણતા કે ભારતમાં યોગનો ઈતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે. લોકો પ્રાચીન સમયથી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વરૂપે તેનો અભ્યાસ કરતા આવ્યા છે. યોગ મન અને શરીરને સંતુષ્ટ રાખવામાં મદદ કરે છે. યોગ કરતી વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં વધુ સ્વસ્થ અને સુખી હોય છે.

યોગ કરવાથી આંતરિક સુખ, આનંદની લાગણી અને મનની શાંતિ અનુભવાય છે. યોગ દરમિયાન ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે છે, જે શરીર અને મનને એક કરવામાં મદદ કરે છે. પરંતુ યોગ્ય, કસરત જે આસન કરતા પહેલા તમારી જાતને તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે.

આસન યોગ્ય રીતે કરવાની સાથે તમે શું ખાઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું પણ ખુબજ જરૂરી છે. એટલા માટે આજે અમે તમને જણાવીશું યોગ કરતા પહેલા અને પછી તમારે શું ખાવું જોઈએ. તો ચાલો જાણીએ.

યોગ કરતા પહેલા શું ખાવું જોઈએ: હળવો નાસ્તો: હળવો નાસ્તો એ પચવામાં ખુબજ ઝડપથી પચી જાય છે. જયારે પણ તમે યોગાસન કરો છો તે સમયના ઓછામાં ઓછા અઢી કલાક પહેલાં હળવો નાસ્તો કરો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે આ નાસ્તામાં કેલરીનું પ્રમાણ આરોગ્યપ્રદ હોય

જેથી તમને પૂરતી એનર્જી મળી શકે, આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે તમે શાકભાજી, સલાડ કે સૂપ ખાઈ શકો છો, જેથી તે સરળતાથી પચી જાય. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ સમયે, નોન-વેજ જેવી ભારે વાનગીઓથી દૂર રહેવું જોઈએં.

વધુ પાણી પીવો: જો તમે યોગ કરો છો તો તમને ખબર જ હશે કે યોગ કરવા માટે શરીર હાઇડ્રેટેડ રહે તે જરૂરી છે કારણ કે કોઈપણ પ્રકારની કસરત કરતી વખતે શરીરમાં ખૂબ પરસેવો થાય છે, તેમજ તમારું શરીર ચયાપચયને વેગ આપવા માટે પાણીમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉપયોગ કરે છે જેથી તમે વધુ સારી રીતે કસરત કરી શકો. આ માટે શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. આથી પાણી પીવું ખુબજ જરૂરી છે.

કેળા ખાઈ શકો: કેળા એક એવી વસ્તુ છે જેમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે આ સાથે તેમાં પોટેશિયમની સારી માત્રા પણ હોય છે. તમને જણાવીએ કે કેળા તમારા વર્કઆઉટને સુધારવામાં મદદ કરી શકે છે આ સાથે કેળામાં રહેલું મેગ્નેશિયમ તમને સ્નાયુઓના ખેંચાણથી બચાવવામાં મદદ કરી શકે છે.

પહેલાં કંઈપણ ખાશો નહીં: ઘણા લોકો જમ્યા ના થોડા સમય પછી યોગ કે કસરત કરવાની શરુ કરી દે છે પરંતુ તમને જણાવીએ કે યોગના લગભગ બે કલાક પહેલાં કંઈપણ ખાવું ન જોઈએ.જો તમે જમ્યા પછી થોડી વારમાં યોગ કરો છો, તો તેનાથી તમારા પેટમાં સમસ્યા જોવા મળે છે જેવી કે પેટમાં દુખાવો, ઉબકા, પેટ ફૂલવું વગેરે અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Join the Conversation

1 Comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *