આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે અમે તમને આ આર્ટિકલમાં તમારી એવી આદતો વિશે વાત કરીશું જેના કારણે તમારું પેટ બહાર રહે છે. જમ્યા પછી પણ જો વધારે સમય સુધી પેટ ફુલેલું રહેતું હોય તો તેના માટે તમારી અમુક ખરાબ આદત ના ખુબ જ જવાબદાર હોય શકે છે.

જો જમ્યા પછી પણ પેટ બહાર દેખાતું હોય તો તે કુદરતી હોય શકે છે.પેટ થોડા સમય પછી અંદર જતું રહે છે. પરંતુ તકલીફ ત્યારે પડે છે કે જયારે પેટ બહાર આવ્યા પછી અંદર ના જાય ત્યારે. વાસ્તવમાં તે સમસ્યા આપડી ખરાબ આદત ના કારણે પણ થઈ શકે છે. આ સમસ્યા પાચન બરાબર ના થવાને કારણે થઇ શકે છે. તો ચાલો તે ખરાબ આદતો વિશે તમને જણાવીએ. જે મોટાભાગના દરેક લોકો આ ભૂલ કરે છે.

બરાબર ચાવીને ના ખાવું : આપણે નાનપણ થી આપડા માતા પિતા કહેતા આવ્યા છે કે જમવાનું બરાબર ચાવીને જ ખાવું જોઈએ. આયુર્વેદ અનુસાર ખોરાકને ઓછામાં ઓછો 15-20 વાર ચાવીને ખાવો જોઈએ. તમે જમતી વખતે ગણતરી ના કરી શકો પરંતુ તમે યોગ્ય રીતે ચાવી રહિયા ચો તે ખાસ મહત્વનું છે. જો તમે સારી રીતે ચાવીને ખોરાક લેશો તો ઝડપથી પછી જાય છે અને પાચન પણ ખુબ જ સરળતાથી થઈ શકશે.

જમતી વખતે ફટાફટ ના ખાવું : ઘણા લોકો જમવામાં ઉતાવર કરતા હોય છે. આપણે ક્યાંક જવાનું હોય ને આપણે જવામાં મોડું થઇ ગયુ હોય ત્યારે આપણે ખુબ જ ઝડપથી જમી લઈએ છીએ. તે પાચન તંત્ર માટે યોગ્ય નથી. ઘણીવખત તેના કારણે અપચો કે ગેસ ની સમસ્યા થઈ શકે છે. માટે ખોરાકને શાંતિ થી જ ખાવો જોઈએ અને યોગ્ય રીતે ચાવીને ખાવો.

જમતી વખતે જમવામાં ધ્યાન ના આપવું : દરેક લોકો ઘણી વખત જમતી વખતે ટીવી જોતા હોય અથવા મોબાઈલ જોતા જોતા જમતા હોય છે. આ આદત તમારા માટે ખુબ જ ખરાબ કહી શકાય. કારણકે આવી રીતે જમવાથી પાચન પર ખુબ જ ખરાબ અસર કરે છે.

માટે જમતી વખતે ટીવી કે મોબાઈલ નો ઉપયોગ ના કરવો જેથી તમે સારી રીતે ખોરાક ખાઈ શકો અને સારી રીતે ચાવીને ખાવાથી પાચન સારું થાય છે. જેથી પેટ બહાર આવતું નથી

પાણી ઓછું પીવાથી : જો તમારા શરીરમાં પાણીની ઉણપ હોય તો પેટને લગતી અનેક સમસ્યા થઈ શકે છે. માટે દિવસમાં 5-6 લીટર પાણી પીવું જ જોઈએ. જેથી પાણી ની ઉણપની સમસ્યા દૂર થઈ જાય છે. જેથી તમારા શરીર માં સ્ટેમિનાર જળવાઈ રહે છે.

જમતી વખતે પાણી પીવું : ઘણા બધા લોકો જમતી વખતે પાણી પીતા હોય છે. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. આપણા શરીરને હાઈડ્રેટ રાખવું પણ જરૂરી છે. પરંતુ જમતી વખતે પાણી પીવાથી સમસ્યા વધી શકે છે. જો તમે જમતા જમતા પાણી પીવો તો ખોરાક પચવામાં પણ વાર લાગે છે. જેથી પેટ ફૂલવાની સમસ્યા વધી જ જાય છે.

પેટમાં વઘારે સમય સુધી ખોરાક રહેવાથી પેટ વધવાની સમસ્યા થાય છે. જેથી પેટ બહાર આવતું હોય એવું લાગે છે. જો તમે પણ આ જણાવેલ આદતો સુઘારશો તો તમને પણ આ પેટ વઘવાની સમસ્યા ક્યારેય થશે જ નહીં.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *