આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયમાં ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોના કારણે એસિડિટીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણીં વાર દવાઓ ખાવાથી પણ એસિડિટીની સમસ્યા દૂર થતી નથી. એસિડિટીની સમસ્યા થવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. પરંતુ રસોડામાં રહેલી એક વસ્તુ તમને એસિડિટીની સમસ્યાથી છુટકાળો આપી શકે છે.

એસિડિટી થવાના કારણો: એસિડિટી થવાના ઘણા કારણો જેવા કે તળેલી અને મસાલેદાર ચીજોનું સેવન, પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડનો વધુ સ્ત્રાવ, વધુ પડતા કોલ્ડ ડ્રિન્કનું સેવન, વધુ ચિંતા, કસરત કે યોગ ન કરવા અને પાચનતંત્રનું સારી રીતે કામ ન કરવું વગેરેનો સમાવેશ થાય છે.

હવે જાણીએ એસિડિટીથી રાહત મેળવવાના ઘરેલુ ઉપચાર વિષે: રસોડામાં રહેલો એક ચમચી અજમાનો પાવડર અને એક ચમચી સૂંઠનો પાવડરને મિક્સ કરો. ત્યારબાદ તેમાં એક ચપટી સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેને એક ચમચી લઈને એક કપ ગરમ પાણીમાં મિક્સ કરીને પી જાઓ. આ ઉપાય કરવાથી પેટ ફૂલવું, એસિડિટી અને અપચોની સમસ્યાથી આરામ મળી કશે.

એસિડિટીથી રાહત મેળવવા અજમો એક પ્રાકૃતિક અને ઘરેલૂ ઉપચાર છે. 2 ચમચી અજમાને લીંબુના રસમાં મિક્સ કરો અને તેને સૂકવી દો. ત્યારબાદ તેમાં કાળું મીઠું મિક્સ કરો. આ મિશ્રણને ગેસની સમસ્યાથી બચવા માટે દરરોજ એક ચમચી બે વાર ઉપયોગમાં લો.

આ ઉપરાંત 1 ચમચી અજમાને થોડા સિંધવ મીઠા સાથે મિક્સ કરીને લેવાથી જુના જૂની ગેસ કે ગેસ્ટ્રાઈટિસની સમસ્યાથી છૂટકારો મળી જાય છે. તમને જણાવીએ કે અજમાના બીજ થાઈમોલથી ભરપૂર હોય છે જે ગેસ્ટ્રિક રસને સ્ત્રાવિત કરવામાં મદદ કરે છે. તેનાથી પાચનમાં મદદ મળે છે.

અડધા લિટર પાણીમાં 3-4 ચમચી અજમાને મિક્સ કરીને તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થાય. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો અને પાણી પી જાઓ. આ પાણી ગેસ્ટ્રાઈટિસની સમસ્યામાં ખુબજ લાભદાયી રહે છે.

જો તમને વારંવાર એસિડિટી, પેટ ફૂલવાની અને અપચાની સમસ્યા રહે છે તો 1 ચમચી અજમાને હૂંફાળા પાણીની સાથે એક અઠવાડિયા સુધી ઉપયોગમાં લેવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત અજમો, જીરું અને આદુના પાવડરના મિશ્રણનું સેવન કરવાથી એસિડ રિફ્લક્સની સમસ્યા દૂર થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *