આજે વ્યક્તિ ઘણી બધી નાની મોટી બીમારીઓથી પીડાઈ રહ્યા હોય છે. તેવામાં એવી કેટલીક બીમારીઓ છે જે થવાથી લાંબા સમય સુધી રહેતી હોય છે, તેવી જ બીમારી એટલેકે ડાયાબિટીસ અને હૃદય રોગ છે.
જે 50+ ઉમર ની વ્યક્તિમાં જોવા મળતી હતી પરંતુ આજે વ્યકતિની બદલાયેલ જીવન શૈલી અને અનિયમિત ખાવાની કેટલીક ખરાબ કુટેવો હોવાના કારણે નાની ઉંમરના લોકોમાં આ રોગ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત વ્યક્તિના જીવનમાં પરિશ્રમ નો અભાવ હોવાના કારણે પણ ધણી બીમારીના શિકાર બનતા હોય છે. આજે અમે તમને અખરોટ ડ્રાયફ્રૂટ્સ ખાવા વિષે જણાવીશું જે ડાયાબિટીસ અને હૃદયના રોગોનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.
અખરોટ સુકામેવા છે. જેમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે, જેમકે, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન-ઈ, ફાયબર વગેરે મળી આવે છે. આ ઉપરાંત તેમાં ઓમેગા-3 ફેટી એસિડ નો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે. અખરોટ ને પલાળીને ખાવાથી ખુબ જ ગુણકારી અને ફાયદાકારક સાબિત થાય છે. આ માટે અખરોટ 6-7 કલાક પલાળી રાખીને પછી જ ખાવી જોઈએ.
અખરોટ લોહીમાં રહેલ અશુદ્ધિઓ ને દૂર કરે છે અને લોહીને શુદ્ધ અને ચોખ્ખું બનાવી રાખે છે. તે લોહીના પ્રવાહને સુધારે છે જેથી હૃદયની નસોમાં લોહીનું પરિવહન યોગ્ય બને છે. તે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે, જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવા હૃદયને લગતા રોગોથી બચાવી રાખે છે.
અખરોટ મગજ ને તેજસ્વી બનાવામાં મદદ કરે છે, આ માટે બાળકોને પલાળેલ અખરોટ ખવડાવવી જોઈએ. અખરોટ માનસિક તણાવ અને ડિપ્રેશને કાબુમાં રાખવાનું કામ કરે છે. આ માટે જો તમે માનસિક બીમારીથી પીડાઈ રહ્યાં હોય તો અખરોટ ખાઈ શકાય છે.
ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. જેને કાબુમાં લાવવા માટે ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખવી જોઈએ. ટાઈપ-2 ડાયાબિટીસ ને નિયંત્રણમાં કરવા માટે અખરોટને ડાયટમાં સમાવેશ કરી શકાય છે, જે લોહીમાં હાજર સુગરના પ્રમાણ ને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ સિવાય તમે ડાયાબિટીસમાં કારેલાનો જ્યુસ, લીમડાનો રસ, લીલા પાન વાળા શાકભાજી વગેરે નો આહારમાં સમાવેશ કરી શકાય છે. જો તમને અવારનવાર ડાયાબિટીસ વધી જતી હોય તો સૌથી પહેલા ડોક્ટરની સલાહ લઈને જ કોઈ પણ વસ્તુનું સેવન કરવું જોઈએ.
અહીંયા જણાવેલ અખરોટ નું સેવન દિવસ દરમિયાન એક કે બે જ ખાવા જોઈએ જે ખુબ જ ગુણકારી સાબિત થઈ શકે છે. અહીંયા જણાવેલ માહિતી એક સામાન્ય માહિતી પર આધારિત છે જેનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાત અથવા ડોક્ટર ની સલાહ લઈ શકો છો.