સાવ મફતમાં મળતી વસ્તુ લીમડો અને એલોવેરા જેલ નો ઉપયોગ કરીને ફેસપેક બનાવાનો છે. જે ફેસપેક નો ઉપયોગ સ્કિન પર કરવામાં આવે તો સ્કિન ચમકદાર, કોમળ અને સુંદર બનશે. દરેક વ્યક્તિ જાણે છે કે એલોવેરાનો ઉપયોગ ઘણા વર્ષોથી સ્કિન પર કરવામાં આવી રહ્યો છે.
એલોવેરા સ્કિન માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. આ સાથે તેમાં લીમડાનો ઉપયોગ કરવાથી તેનો વધારે ફાયદો મળે છે. લીમડો શરીરના સ્વાસ્થ્ય માટે જેટલો ગુણકારી છે તેટલો જ સ્કિન માટે પણ ગુણકારી છે. એલોવેરામાં એંજાઈમ, લીગ્રિન, વિટામિન-સી, વિટામિન-એ, એન્ટી ઓક્સીડેન્ટ, એમિનો એસિડ જેવા પોષક તત્વો મળી આવે છે. જે ત્વચા માટે લાભદાયક સાબિત થાય છે.
આ સિવાય લીમડામાં કેરોટીન, વિટામિન-સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાબોહાઈડ્રેટ, એમિનો એસિડ મળી આવે છે. જયારે આ બંને વસ્તુનું મિશ્રણ ત્વચા પર લગાવામાં આવે છે ત્યારે તેના ઘણા બઘા ફાયદાઓ પણ જોવા મળે છે. તો ચાલો આ બંને મિશ્રણ ભેગા કરી ફેસપેક બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.
ફેસપેક બનાવવાની રીત: આ માટે સૌથી પહેલા એક બાઉલમાં લીમડાનો પાવડર અને એલોવેરા જેલ બંને મિક્સ કરો અને ત્યાર બાદ તેમાં ગુલાબજળ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને હલાવી ફેસપેક તૈયાર કરો, હવે આ ફેસપેક ને હળવા હાથે ચહેરા પર લગાવી મસાજ કરો,
અને પછી તેને 10-15 મિનિટ માટે એમના એમ રહેવા દો, ત્યાર પછી ચહેરાને પાણી વડે ઘોઈને સાફ કરી લો, આ ફેસપેક નો ઉપયોગ અઠવાડીયામાં એક કે બે વખત કરી શકો છો. આ ફેસપેક નો ઉપયોગ કરવાથી સ્કિન એકદમ ચમકદાર અને કોમળ બનશે.
ફેસપેક ચહેરા પર લગાવાથી થતા ફાયદા: લીમડો અને એલોવેરા નું બનેલું આ ફેસપેકથી ત્વચા એકદમ સાફ થઈ જાય છે. ત્વચાના બંઘ થઈ ગયેલ છિદ્રો ખુલી જાય છે અને ચહેરા પર થતી ખીલ, ફોલ્લીઓ ને દૂર કરવામાં મદદ કરે છે. આ ફેસપેકમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે ત્વચા પરના બ્લેકહેડ્સ ને દૂર કરી ત્વચાને ડાઘ વગરની બનાવે છે. જે ચહેરાને નિખાર લાવવામાં મદદ કરે છે.
વઘારે સમય પ્રદુષિત વાતાવરણ અને ધુળમાટીમાં રહેવાના કારણે ત્વચા ટેન થઈ જાય છે, આ માટે આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તેમાંથી મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ચહેરા પરની કાળાશ ને દૂર કરીને સુંદરતામાં વઘારો કરે છે.
ચહેરા પર નાની ઉંમરે જ કરચલીઓ થતી જોવા મળે તો એલોવેરા અને લીમડાનો આ ફેસપેક નો ઉપયોગ કરી શકાય છે, તેમાં મળી આવતા કોલેજોન અને વિટામિન મળી રહેવાના કારણે ત્વચાની કરચલીઓને દૂર કરે છે અને ત્વચાને કુદરતી નિખાર લાવે છે. તે ત્વચાને ટાઈટ બનાવી રાખે છે.
ઘણી વખત ચહેરા પર ડ્રાયનેશ અને સૂકા પણું આવી જતું હોય છે જેને દુર કરવા માટે આ ફેસપેકનો ઉપતોગ કરી શકો છો જે ત્વચાને હાઈડ્રેટ રાખે છે. તે ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખી ત્વચાને ચમકદાર અને સુંદર બનાવે છે.