આ વસ્તુમાં અનેક પ્રકારના ગુણઘર્મો મળી આવે છે. આ વસ્તુનું સેવન અનેક રોગમાં લાભદાયક છે. માટે આપણે બઘા એ જમ્યા પછી આ વસ્તુની એક ચમચી ખાઈ લેવી જોઈએ. તમે પણ વિચારતા હશો કે કઈ વસ્તુ છે જે જમ્યા પછી ખાવી જોઈએ.
તો તે વસ્તુનું નામ અળસી છે. અળસીનું સેવન જમ્યા પછી કરવાથી પાચનમાં સુઘારો કરે છે. આ ઉપરાંત અળસી અનેકરોગમાં ફાયદાકારક છે. અળસીમાં ફાયબર, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા મહત્વ પૂર્ણ છે.
તો ચાલો જાણીએ દરરોજ માત્ર એક ચમચી જમ્યા પછી અળસી ખાવાના ફાયદા વિશે. 1.સાંઘાના દુખાવા: આમાં પ્રોટીન અને કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત મળી આવે છે. જે હાડકા ને મજબૂત કરવા માટે ના જરૂરી પોષક તત્વો છે.
શિયાળામાં વઘારે પ્રમાણમાં સ્નાયુના દુખાવ કે સાંઘાના દુખાવા રહેતા હોય છે માટે દરરોજ જમ્યા બાદ અળસીનું સેવન કરવું યોગ્ય છે. 2.પેટની સમસ્યા: અળસીના નાના બીજમાં ફાયબર આવેલ છે જે પેટ ને લગતી સમસ્યા જેવી કે ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યા દૂર કરે છે.
પાચનક્રિયાને સુઘારીને પાચન તંત્ર ને મજબૂત કરવામાં મદદ કરે છે. 3.લીવરને સ્વસ્થ રાખે: અળસીના બીજમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ આખી બોડીને ડીટોક્સ કરે છે. જેથી આ નાના બીજ લીવરને હંમેશા સ્વસ્થ રાખે છે.
4.પીરિયડ્સના દુખાવામાં રાહત: ઘણી વખત પીરિયડ્સનો દુખાવો અસહ્ય હોય છે. માટે કમર અને પેટના નીચેના દુખાવાથી છુટકાળો મેળવવા માટે અળસીના બીજનું સેવન કરવું જોઈએ. જે લોહીનો પતલુ કરે છે અને લોહીનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે જેથી દુખાવામાં ઘણી રાહત મળે છે.
5.એનિમિયાની સમસ્યા દૂર કરે: આ નાના દેખાતા અળસીના બીજમાં આયર્ન ભરપૂર હોય છે. જે લોહી બનાવવા માં મદદ કરે છે. અને લોહીની ઉણપ ને દૂર કરે છે.
6.ત્વચા માટે: જો તમે નિયમિત અળસીનું સેવન કરો તો તે ચહેરાનો ગ્લો વઘારવામાં મદદ કરે છે. કારણકે અળસીનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. જેથી ચહેરાની ચમક વધે છે.
7.શ્વાસ લેવામાં રાહત: અળસીના નાના બીજમાં ભરપૂર ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. માટે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આ નાના બીજનું સેવન કરવું જોઈએ જેથી ઘણી રાહત થશે. અળસી ગરમ હોય છે માટે તેનું સેવન એક ચમચીથી વઘારે ના કરવું જોઈએ.