મુખવાસમાં વપરાતી વરિયાળીને અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળીને ભોજન માં નાખવામાં આવે તો તેનો સ્વાદ વઘારી શકાય છે. આ ઉપરાંત વરિયાળીનું સેવન કરવામાં આવે તો તેના અનેક સ્વાસ્થ્ય લાભો પણ થાય છે.
વરિયાળી માઉથ ફ્રેશનર ના જેમ કામ કરે છે. વરિયાળીને ચાવી ચાવી ને ખાવાથી મોમાં આવતી દુર્ગંધ દૂર કરે છે. વરિયાળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
વરિયાળીમાં મુખ્યત્વે આયર્ન, પોટેશિયમ, ફાયબર, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન-સી, ફોલેટ વગેરે તત્વોથી ભરપૂર છે. તેનું સેવન નિયમિત કરવાથી પેટને લગતી સમસ્યામાં લાભદાયક છે. આ ઉપરાંત તેના અનેક ફાયદાઓ થાય છે. તો ચાલો વરિયાળીના ફાયદા વિશે જણાવીશું.
વરિયાળીનું સેવન કરવાથી પેટમાં થતો દુખાવો જેવી સમસ્યા ને દૂર કરે છે. માટે દૂધ વરિયાળીને નાખીને ખાવાથી પેટની સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપરાંત વઘારે મસાલા યુક્ત આહાર લેવાથી થતી એસિડિટીમાં પણ રાહત આપવાનું કામ કરે છે.
વરિયાળીના પાણીનું સેવન નિયમિત કરવાથી ગેસ, અપચો, જુના માં જૂની કબજિયાતને દૂર કરે છે. માટે દરરોજ રાત્રે જમ્યા પછી એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી મિક્સ કરીને ગરમ કરીને પીવાથી પેટને લગતી સમસ્યા દૂર થાય છે.
વધુ આવતી ઉઘરસ માં રાહત મેળવવા માટે એક ચમચી વરિયાળી અને તેમાં એક ચમચી મઘ મિક્સ કરીને ખાઈ લેવાથી ઉઘરસ માં ઘણી રાહત મળે છે. આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી અને એક ચમચી અજમાને મિક્સ કરીને ઉકાળીને તેમાં એક ચમચી મઘ મિક્સ કરીને બે- બે ચમચી ત્રણ ટાઈમ પીવાથી ઉઘરસ મટે છે.
વરિયાળીમાં ફાયબરની માત્રા મળી આવે છે. વરિયાળીનું પાણીનું સેવન કરવામાં આવે તો પાચન ક્રિયાને ઝડપી બનાવે છે. તેન પાણીનું સેવન કરવાથી શરીરમાં થાક અને નબળાઈ દૂર થાય છે. આ ઉપરાંત વરિયાળીના પાણીનું સેવન કરવાથી ચરબીને ઘટાડીને વજનને પણ નિયંત્રણમાં લાવી શકાય છે.
વરિયાળીના પાણીનું સેવન કરવાથી ઉલ્ટીમાં પણ રાહત મળે છે. આ ઉપરાંત શરીરમાં રહેલા ઝેરી હાનિકારક બેક્ટેરિયાને બહાર નીકાળી દે છે અને શરીરની સફાઈ કરે છે. આ ઉપરાંત લોહીને શુદ્ધ કરે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળીને નાખી દો. હવે તે પાણીને ઢાંકીને અંખી રાત રહે દો. પછી બીજ દિવસે તે પાણીનું સેવન કરવું.
વરિયાળીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે મોમાં આવતી દુર્ગંધ ને દૂર કરે છે. તે માટે એક ગ્લાસ પાણી લઈને તેમાં એક ચમચી વરિયાળી મિક્સ કરીને તેને ગરમ કરી લો. ત્યાર પછી તે પાણીથી કોગળા કરવા. આમ કરવાથી મોમાં આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.
વરિયાળીના પાણીનું નિયમિત સેવન કરવાથી કમજોર પડેલી આખોનું તેજ વધારે છે અને આંખો સ્વસ્થ રહે છે. માટે એક ચમચી વરિયાળીમાં થોડી સાકર મિક્સ કરીને જમ્યા પછી સેવન કરવું. એનું સેવન કરવાથી આંખોની રોશની વઘે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.