આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

હરડે, જેને હરિતકી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જાણીતી વનસ્પતિ છે. હરડે ત્રિફળામાં જોવા મળતા ત્રણ ફળોમાંનું એક છે. ભારતમાં, પ્રાચીન સમયથી હરડેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે વ્યાપકપણે ઉપયોગ થાય છે.

હરડેના આયુર્વેદમાં ઘણા ચમત્કારી ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. વાસ્તવમાં તેને ત્રિદોષનો નાશ કરનાર માનવામાં આવે છે. તે માત્ર પિત્તનું સંતુલન જાળવતું નથી, પરંતુ કફ અને વાતનું સંતુલન પણ જાળવી રાખે છે. હરડેને પાચન સંબંધી સમસ્યાઓ સહિત અનેક રોગોમાં તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ હરડેના સેવનના થતા ફાયદાઓ વિશે.

નિયમિત રીતે હરડેનું સેવન કરવાથી તમારી પાચનતંત્રમાં સુધારો થઈ શકે છે. તે ગેસ, અપચો અને કબજિયાત જેવી પેટની ઘણી સમસ્યાઓમાં અસરકારક માનવામાં આવે છે. એક કપ ગરમ પાણીમાં 1-3 ગ્રામ હરડેનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.

હરડેનું સેવન કરવાથી ઉલ્ટીમાં પણ રાહત મળે છે. જો તમને ઉલ્ટી થવાનું મન થાય તો તમે હરડેનું સેવન કરી શકો છો. તેનાથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આ સિવાય ડાયેરિયાની સમસ્યામાં પણ હરડે ખૂબ જ ફાયદાકારક છે. ઝાડા થવા પર તમે હરડેની ચટણી ખાઈ શકો છો. તેનાથી રાહત મળશે.

પાઈલ્સની સમસ્યામાં પણ હરડેનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે પાઈલ્સની સમસ્યાને કારણે થતો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે અને રક્તસ્ત્રાવ બંધ કરે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી આંતરડામાંથી કચરો બહાર કાઢે છે અને મળત્યાગમાં પણ ઉપયોગી થઈ શકે છે.

વજન ઘટાડવામાં પણ હરડે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય હૃદયની બીમારીઓથી બચવા માટે તેનું નિયમિત સેવન કરો. હરડેનું સેવન નિયમિત કરવાથી બ્લડ સુગર લેવલ જળવાઈ રહે છે. આ સાથે સાથે હરડેનું સેવન કરવાથી માથાનો દુખાવો અને શરીરના દુખાવા વગેરેમાં પણ રાહત થાય છે.

આ શિવાય હરડે બીજી ઘણી બધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. તમે પણ હરડેનું સેવન કરીને નાની મોટી બીમારીઓથી છુટકાળો મેળવી શકો છો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રોને જણાવો અને આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *