આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ અને બ્યુટી ટ્રીટ મેન્ટ કરાવતા હોય છે. કારણકે આજે ના સમયમાં દરેક વ્યક્તિને પોતાનો ચહેરો બીજા કરતા વધારે સુંદર બની રહે તેવી સૌથી વધુ ઈચ્છા હોય છે. ખાસ કરીને મહિલાઓમાં આ ક્રેઝ આજના સમયમાં ખુબ જ વઘી ગયો છે.

આજે મોટા ભાગે લોકો સુગંધી વાળા સાબુનો ઉપયોગ કરવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે, પરંતુ તમને જણાવું કે તે માત્ર સુગંઘ આપે છે પરંતુ ત્વચાને હેલ્ધી અને ટાઈટ બનાવી રાખવામાં ખુબ જ અસહાય રહે છે. એમાં ખુબ જ વધુ પ્રમાણમાં કે,કેમિકલ મિક્સ કરીને સુંગઘીદાર બનાવવામાં આવે છે જે માત્ર સુગંઘ જ આપે છે અને તેમાં રહેલ કેમિકલ ત્વચાને લાંબા સમયે નુકસાન પણ પહોંચાડી શકે છે.

વધુ પડતા પ્રદુષિત વાતાવરણ, ધૂળ માટીના રજકણો અને સૂર્ય પ્રકાશના કિરણોના કારણે ચહેરો સૂકો પડી જાય છે અને ડ્રાયનેશ આવી જતી હોય છે જેથી ચહેરાની રોનક પણ છીનવાઈ જાય છે, આ માટે સ્કિન ને ડ્રાય થતા અટકાવી જોઈએ. ચહેરો કાળો પડવાના કારણે તે તમારી સુંદરતા પર અસર કરે છે.

વધુ તડકામાં રહેવાથી ચહેરો તો કાળો પડે જ છે આ સાથે ગરદન, હાથ અને કોણી નો ભાગ પણ કાળો પડી જાય છે. શરીરમાં રહેલ આ બધી જ જગ્યાએ થી કાળાશ દૂર કરવી હોય તો મોંઘા સાબુનો ઉપયોગ કરવાનું બંધ કરી દો અને આ લોટનો પ્રયોગ કરીને પછી સ્નાન કરી લો, ચહેરો અને શરીરના અન્ય ભાગ પણ સફેદ થવા લાગશે.

આજે અમે તમને ચણાનો લોટનો ઉપયોગ કરીને સ્કિનનો કાળો પડી ગયેલ ભાગને કઈ રીતે સફેદ કરી શકાય તેના વિષે જણાવીશું. સૌથી પહેલા જેમને ચહેરા પર રૂંવાટી ઉગતી હોય તેવા લોકોએ રૂંવાટી દૂર કરવા માટે ચણાના લોટમાં લીંબુ અને પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી રૂંવાટી વાળા ભાગમાં લગાવી દો,

ત્યારબાદ થોડી વાર માટે સુકાવવા માટે રહેવા દો, ત્યાર બાદ હાથ વડે રૂંવાટી પર લગાવેલ પેસ્ટ ને બને હાથ વડે રગડી ને નીકાળી દો અને ત્યારબાદ ચહેરાને સાફ પાણી વડે ઘોઈ ને સાફ કરી લો, આમ તમે અઠવાડીયામાં બે વખત કરશો તો થોડા જ અઠવાડિયામાં રૂંવાટી દૂર થઈ જશે.

હવે કાળો પડી ગયેલ ચહેરાની રોનક પછી લાવવા માટે ચણાના લોટમાં બે ચમચી બદામનો ભૂકો કરી પાવડર ઉમેરો અને દૂધ ઉમેરીને પેસ્ટ ને સારી રીતે હલાવી ચહેરા પર લગાવી દો, 20 મિનિટ પછી ચહેરો સાદા પાણી વડે ધોઈ લો, આમ અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરવાથી ચહેરાની કાળાશ દૂર કરી ચહેરાની સુંદરતા પાછી લાવવામાં મદદ કરશે. જે બજારમાં મળતા સાબુ કરતા પણ વઘારે સારું પરિણામ આપશે.

જો તમારી સ્કિન ડ્રાય થઈ ગઈ હોય તો તમે ચણા ના લોટમાં મલાઈ અને મઘ મિક્સ કરીને ચહેરા પર 15-20 લગાવી રાખો અને પછી ચહેરાને પાણી વડે ઘોઈ સાફ કરો, આ રીતે કરવાથી ડ્રાયનેશ, ઓઈલી સ્કિન, કરચલીઓ વગેરે દૂર થશે અને ચહેરાને ચમકદાર બનાવશે.

જો તમને શરીરના અન્ય ભાગ જેવા કે. ગરદન, કોણી, હાથ પગ પણ કાળા પડી ગયા છે તો ચણા ના લોટમાં હળદર, દહીં આને લીંબુનો રસ મિક્સ કરીને સારી રીતે હલાવી પેસ્ટ તૈયાર કરો અને પછી શરીરનો જે અંગ કાળો દેખાય તે જગ્યાએ લગાવી દો, 30 મિનિટ થાય ત્યાર પછી ઘોઈ દેવાનું છે. આ ઉપાય અઠવાડીયામાં ત્રણ વખત કરવાથી શરીરના ભાગની કાળાશ ઘીરે ઘીરે દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *