આજના જમાનામાં શરીરને સ્વચ્છ રાખવું, સ્વાસ્થ્ય ને જાળવી રાખવું એ સૌથી મોટો પડકાર બની ગયો છે, કારણ કે આપણી આસપાસનું વાતાવરણ આપણને આપણો ખોરાક ની અંદર રહેલી કેમિકલવાળી વસ્તુઓ, આપણા અન્ય ઘણા બધા પ્રકારના પ્રોબ્લમ ના કારણે આપણું શરીર ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.
આપણી રોગપ્રતિકારક શક્તિ એકદમ નબળી પડી રહી છે અને એટલા જ માટે આપણે વાયરસ ના શિકાર બની રહ્યા છીએ. તમારા શરીરમાં બ્લોક નસો ખોલવા માટે અસરકારક ઇલાજ વિશે જાણીશું. આપણી આસપાસ જે પ્રદુષણ છે તે આપણાં ફેફસાં ને નબળાં પાડે છે. આ ઉપરાંત આપણે ખરાબ ચિજવસ્તુઓ ખાવાથી કેન્સર જેવી બીમારીના પણ શિકાર બની રહ્યા છે.
આ સિવાય ઘણા બધા લોકોને લીવર પ્રોબ્લેમ, કિડનીના પ્રૉબ્લેમ થી પીડાય રહ્યા છે. આ તમામ સમસ્યાઓ હાર્ટને લગતી પ્રોબ્લેમ, હાર્ટને લગતા કોઈપણ બ્લોકેજ હોય, શરીરમાં કોઈ પણ બ્લોક નસો હોય તેને ખોલવા માટે આપણે આ ચાર વસ્તુઓ માંથી જ્યુસ બનાવવાનું છે અને અઠવાડિયામાં બે વખત અવશ્ય પીવાનું છે.
જ્યુસ બનાવવાની રીત : સૌથી પહેલાં ચાર ચમચી જેટલો દાડમ નો રસ કાઢવાનો છે. એમાં ચાર ચમચી કાકડીનો રસ, એક ચમચી જેટલો આદુનો રસ અને એક ચમચી લીંબુનો રસ, આ ચાર વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી, એક ગ્લાસ જેટલા પાણીમાં ઉમેરો.
હવે આ પાણીને તમારે રોજ સવારે અથવા જ્યારે પણ તમે અઠવાડિયામાં બે વખત પીવો ત્યારે સવારે નરણા કોઠે પીવાનું છે. તો આટલું કરવાથી આપણું શરીર આ ચાર વસ્તુની અંદર રહેલી શક્તિ તમારા શરીરમાં રહેલ કબજિયાત જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તે દૂર કરે છે.
આ પણ વાંચો: ભોજન પછી રોજે એક ખાઈ લો પેટ એકદમ કાચ જેવું ચોખ્ખું થઈ જશે શરીરમાં રોગો આવતા વિચાર કરશે
આ ઉપરાંત આંતરડા ને લગતી કોઇ સમસ્યા હોય, લીવર, કિડની અથવા તો શરીરમાં કોઈપણ બ્લોક નસોને ખોલવી હોય અથવા આપણી શરીરને આખું સ્વચ્છ કરવું હોય, આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો આ ચાર વસ્તુ માંથી બનેલું જયુસ વરદાનરૂપ સાબિત થશે.
આ એક આયુર્વેદિક ઉપાય છે, જેનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાત અથવા ડોક્ટર ની સલાહ લો.