આપણા શરીરના દરેક અંગોને લોહી ની જરૂર પડતી હોય છે, પરંતુ ઘણી વખત લોહીની ઉણપ થઈ જતી હોય છે જેના કારણે શરીરમાં કમજોરી અને નબળાઈ આવી જતી હોય છે, જેથી વારે વારે કોઈ પણ કામ કરતી વખતે થાક લાગી જતો હોય છે.
શરીરમાં ઓછું થઈ ગયેલ લોહીને વધારવા માટે આયર્ન થી ભરપૂર હોય તેવા કેટલાક ખોરાક ખાવા જોઈએ, જે લોહી ની માત્રામાં વધારો પણ કરશે અને લોહીમાં રહેલ અશુદ્ધિઓને પણ દૂર કરશે. આ માટે આહારમાં શું ખાવાથી લોહી વધારી શકાય છે તેના વિષે આજે અમે તમને જણાવીશું.
લીલા પાન વાળા શાકભાજી: લીલા પાંદડા વાળા શાકભાજીમાં પાલક, બ્રોકોલી ખાઈ શકાય છે જેમાં સારા પ્રમાણમાં આયર્ન નો સ્ત્રોત મળી આવે છે, જે લોહીની કમીને પુરી કરે છે, આ સાથે લીલા શાકભાજી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન-સી જેવા તત્વો પણ મળી રહે છે. લીલા પાંદડા વાળા શાકભાજી ખાવાથી હૃદય સ્વસ્થ આને હેલ્ધી રહે છે.
કિસમિસ: કિસમિસ પણ સુકામેવાનું એક ડ્રાયફ્રૂટ્સ છે જેમાં ભરપૂર આયર્ન મળી આવે છે, જેને રોજે રાતે પલાળીને સવારે ખાલી પેટ ચાવીને ખાઈ લેવાની છે જે ઘટી ગયેલ લોહીને વધારવામાં મદદ કરશે, તેનું નિયમિત સેવન કરવાથી શરીર મજબૂત બને છે.
ગાજર: ગાજર દરેક વ્યક્તિ ને ભાવે છે આ માટે ગાજરને રોજે બપોરના સલાડ માં સમાવેશ કરવો જોઈએ, રોજે એક ગાજર ખાવાથી લોહી તો વઘે છે આ સાથે શરીરને ભરપૂર ઉર્જા અને શક્તિ પણ પ્રદાન કરે છે.
બીટ: બીટ લોહી બનાવાનુ મશીન છે. આ માટે શરીરમાં લોહી ઘટી જાય તો બીટ નો જ્યુસ પીવાથી લોહી વધારી શકાય છે. નિયમિત પણે જો તમે બીટને સલાડ માં સમાવેશ કરો છો તો શરીરમાં ક્યારેય લોહીની ઉણપ થશે જ નહીં.
બીટમાં સારા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે, જે લોહી વઘારવાની સાથે લોહીમાં રહેલ અશુદ્ધિ ઓને પણ દૂર કરે છે અને લોહીને ચોખ્ખું બનાવે છે જેથી સ્કિન ને લગતી કોઈ પણ બીમારી થતી નથી. બીટ હાર્ટ ને લગતી બીમારીથી બચાવે છે.
જો તમારા શરીરમાં પણ લોહીની ઉણપ હોય તો રોજિંદા આહારમાં વસ્તુનો સમાવેશ કરવો જોઈએ, આ વસ્તુ ને નિયમિત ખાવાથી શરીરમાં ક્યારેય લોહીની ઉણપ થશે નહીં.