આજની આધુનિક જીવનશૈલીમાં વ્યક્તિ વ્યક્તિ પોતાના શરીર પ્રત્યે ઘ્યાન આપતા નથી. પરિણામે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તેવી જ એક સમસ્યા આજના સમયમાં ઘણા લોકોમાં જોવા મળી રહી છે,
તે સમસ્યા હાડકાને લગતી સમસ્યા છે, હાડકા નબળા પાડવાના કારણે ચાલતી વખતે ઉભા થતી વખતે હાડકામાં કડકડ અવાજ આવતો હોય છે. જે શરીરમાં કેલ્શિયમ જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વોના અભાવના કારણે થતી હોય છે.
હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ યુક્ત આહાર લેવો જોઈએ. જે શાકાહારી કેટલીક વસ્તુમાં ખુબ જ આસાનીથી મળી રહે છે. પરિશ્રમ વગરના જીવનમાં હાડકાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે માટે રોજિંદા જીવનમાં પરિશ્રમ કરવો ખુબ જ આવશ્યક છે.
હાડકા આપણા શરીરની બંધારણ છે, જેને સ્વસ્થ અને મજબૂત રાખવા ખુબ જ જરૂરી છે. જેટથી કોઈ પણ કામ કરવામાં ખુબ જ સરળતા રહે. શરીરમાં કમજોરી આખો દિવસ કામ કરવાથી આવતી હોય છે જે શરીરમાં પોષક તત્વોની કમી ના કારણે જોવા મળે છે.
આજે અમે તમને હાડકાને મજબૂત બનાવવા માટે ના કેટલીક વસ્તુ વિશે જણાવીશું જેની મદદથી હાડકા લાંબા સમય સુધી મજબૂત અને સ્વસ્થ રહેશે. હાડકાને જરૂરી કેલ્શિયમ મેળવવા માટે કયો તંદુરસ્ત આહાર લેવો જોઈએ તેના વિષે જણાવીશું.
આ માટે રોજે એક ગ્લાસ દૂધ પીવું જોઈએ, દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે શરીર અને હાડકાને જરૂરી પોષણ પૂરું પાડે છે જેથી હાડકામાં આવેલ કમજોરી અને કડકડ અવાજ કાયમી માટે બંધ થઈ જશે અને હાડકાને મજબૂત અને હેલ્ધી બનાવશે.
રોજે પલાળેલા કઠોળ ખાવા જોઈએ, કઠોળમાં કેલ્શિયમ ઉપરાંત અન્ય પોષક તત્વોની માત્રા પણ સારા પ્રમાણમાં મળી આવે છે, જે હાડકા અને શરીર ના દરેક અંગોને પૂરતું પોષણ પૂરું પાડે છે, જે શરીરમાં ભરપૂર તાકાત અને શક્તિ પ્રદાન કરે છે.
ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. ડ્રાયફ્રૂટ્સમાં અખરોટ, બદામ, કિસમિસ, અંજીર વગેરે નો સમાવેશ કરવો જોઈએ. જેમાં, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક જેવા તત્વો મળી આવે છે, જે શરીરના સ્નાયુઓ અને હાડકાઓને મજબૂત બનાવે છે. માટે ડ્રાયફ્રૂટ્સને દરરોજ પલાળીને ખાવા જોઈએ,
લીલા શાકભાજી માં સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકાને જરૂરી કેલ્શિયમ, અને પ્રોટીન પૂર્ણ કરે છે, અને હાડકામાં આવતા કડકડ અવાજ ને બંધ કરી હાડકાને મજબૂત અને હેલ્ધી બનાવે છે.
આ સિવાય હાડકાને વિટામિન-ડી પણ ખુબ જ આવશ્યક છે જે સુર્યપ્રકાશનમાં કિરણો માંથી મેળવવાનું છે, રોજે 15-20 મિનિટ સૂર્ય પ્રકાશમાં ઉભા રહેવાથી થોડા દિવસમાં હાડકાને જરૂરી વિટામિન-ડી મળશે અને હાડકાને મજબૂત બનાવામાં મદદ કરશે.