હેલો દોસ્તો, આજે અમે તમને એક એવા સામાન્ય દેખાતા નાના દાણા વિષે વાત કરીશું. જેની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે. આ બીજ નાના કાળા રંગ ના હોય છે. જેની અંદર આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ઓમેગા 3, પ્રોટીન, ફાયબર જેવા પોષક તત્વો આવેલ છે. આ બીજ ને આપણે આહાર માં ઉમેરવામાં આવે તો તેના આપણને ઘણા બધા ફાયદા થાય છે.
ચિયા સીડ્સના ફાયદા: (1) વજન ઘટાડવા : આજકાલ ઘણા લોકો વજન ઓછું કરવા માટે ધણી દવાઓ અને કસરત કરતા હોય છે, અને ઘણા લોકો વજન ઓછું કરવા માટે ડાયટિંગ પણ કરતા હોય છે. આ દાણામાં ભરપૂર પ્રમાણમાં ફાયબર ની માત્રા હોય છે. પરંતુ જો તમે આ ચિયા સીડ્સ ના દાણા સવારે 1-2 ચમચી ખાવાં આવે તો તમારું પેટ ભરેલું રહેશે અને અને તમને ભૂખ પણ ઓછી લાગશે. જેના લીધે તમે વજન ઓછું કરી શકશો.
(2) ઓમેગા -3 થી ભરપૂર આહાર : ઓમેગા 3 ફેટિ એસિડ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક સાબિત થશે. ઓમેગા 3 એ માંસાહારી વસ્તુ માંથી વધારે મળે છે. જેવા કે માસ, ઈંડા, માછલી વગેરે માંથી ઓમેગા 3 વધારે પ્રમાણ માં મળી આવે છે. શાકાહારી લોકો ને આ માંસાહારી ખાવું ખુબ જ ઓછું અનુકૂળ આવે છે.
માટે જો તમે આ શાકાહારી ચિયા સીડ્સ ના દાણાનું સેવન કરવું જોઈએ. જેની અંદર ભરપૂર માત્રામાં ઓમેગા 3 મળી રહેશે. જે બલ્ડપેશર કંટ્રોલ માં રાખે અને હૃદય માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
(3) પ્રોટીનથી ભરપૂર : આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્થ રાખવું હોય તો પ્રોટીન થી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. આ દાણાની અંદર વધારે પ્રમાણમાં પ્રોટીન ની માત્રા આવેલ છે. તેનું નિયમિત પણે સેવન કરવું જોઈએ, જે પ્રોટીનની કમીને દૂર કરશે.
(4) હાડકાં મજબૂત કરવા : ચિયા સીડ્સના દાણા માં ઘણા બધા પોષક તત્વો આવેલા છે, જે હાડકા ને સ્ટ્રોંગ બનાવે છે. આજકાલ ના સમય માં 35-40 વર્ષ માં હાડકા કમજોર પડી જાય છે. માટે આ ચિયા સીડ્સ દાણાનું સેવન કરવું જોઈએ. આની અંદર પ્રોટીન, કેલ્શિયમ, અને ફોસ્ફરસ ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે.
(5) કબજિયાતમાં રાહત : આજકાલ ઘણા લોકો બહારનું જંક ફૂડ વધારે ખાય છે. જેના કારણે કબજિયાત ની સમસ્યા વધારે થાય છે. માટે આ સમસ્યા માંથી છુટકાળો મેળવવા માટે નિયમિત ચિયા સીડ્સના દાણા નું સેવન કરવું જોઈએ. જે કબજિયાત ની સમસ્યા ને દૂર કરી દેશે.
(6) કોલેસ્ટ્રોલ લેવલ ને કંટ્રોલ માં રાખે : આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ને સારું રાખવા માટે ચિયા સીડ્સ ના દાણા નું સેવન કરવું જોઈએ. જે ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ માં રાખે છે. આ દાણાનું નિયમિત સેવન થી કોલેસ્ટ્રોલ નું લેવલ સારું રહે છે.
(7) રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા : આની અંદર વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ આવેલ છે. જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ને વધારે છે.આ દાણાનું નિયમિત સેવન કરવાથી ઘણા બાહ્ય રોગો થતા નથી. આની અંદર કેલ્શિયમ,આયર્ન, ફાયબર, પ્રોટીન જેવા અન્ય તત્વો આવેલ છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે.
(8) ત્વચાની સમસ્યા માટે : આ દાણાની અંદર એન્ટીઓક્સીડેન્ટ આવેલ હોવાથી ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. આ દાણા ખાવાથી કોઈ પણ પ્રકાર ના ચામડીના રોગ થતા નથી. જો તમારી ત્વચા પર કરચલી હોય તો તેને પણ દૂર કરે છે.
ચિયા સીડ્સ દાણાનું સેવન કેવી રીતે કરવું? : ચિયા સીડ્સ દાણાનું સેવન કરવું ખૂબ જ સરળ છે, તમે તેને પાણી, રસ,જ્યુસ, સલાડ વગેરેમાં લઇ શકો છો. ચિયા સીડ્સ દાણાનો કોઈ સ્વાદ નથી હોતો, તેથી તમે તેને રાત્રે પાણીમાં પલાળી શકો છો અને સવારે તેને પાણી, રસ, જ્યુસ, સલાડમાં ઉમેરી ને તેને ખાઈ શકો છો.