મિત્રો દરરોજ એક નાનકડી સ્મિત તમારા ચહેરા પર ચાંદ ચાંદ લાવી શકે છે, તો જરા કલ્પના કરો કે જો તમે એક સેકન્ડ માટે સ્મિત આપીને મોબાઈલમાં ફોટો પાડો છો તો ફોટો કેટલો સુંદર આવે છે, તેવી જ રીતે જો તમે દિલ ખોલીને હસશો તો તેના કેટલા ફાયદા થઇ શકે છે, તમે ક્યારેય દિલથી વિચાર કર્યો છે ખરા?

હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે : તમને જણાવીએ કે હાસ્ય એ લાખો ઈચ્છાઓની દવા કહેવામાં આવે છે. હસવાથી આપણા સ્વાથ્યની સાથે સાથે આપણી ત્વચામાં અને દેખાવમાં પણ સુધારો થાય છે. દિવસમાં થોડું હસવાથી આપણા શરીર, આંખો, જડબા અને હૃદયના સ્નાયુઓને આરામ મળે છે.

પરંતુ હજુ પણ ખબર નથી પડતી કે કેમ આપણે આજની બદલાતી જીવનની ધમાલમાં હસવાનું ભૂલી જઈએ છીએ. તો આવો જાણીએ આ લેખમાં કે હસવાના સ્વાસ્થ્ય લાભો શું છે, જેથી તમે પણ થોડું દિલ ખોલીને હસી શકો.

ત્વચાની કરચલીઓ દૂર થાય છે : તમને જણાવીએ કે હસવાથી ચહેરાના સ્નાયુઓની કસરત થાય છે જેના કારણે નાની ઉંમરે ચહેરા પરની કરચલીઓ દેખાતી નથી. એટલા માટે તે ચહેરાને સુંદર બનાવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જે મહિલાઓ દરરોજ હસતી હોય છે અથવા વધુ ખુશ હોય છે તેઓ લાંબા સમય સુધી એટલે કે ઉંમરની વધવાની સાથે પણ યુવાન દેખાય છે.

ચરબી ઓછી કરે છે : હસવાથી તમે માત્ર નાની મોટી બીમારીઓ જ નહીં પરંતુ શરીર પરની ચરબી પણ દૂર કરી શકો છો. શું તમે જાણો છો કે દરરોજ 60 મિનિટ હસવાથી લગભગ 400 કેલરી બર્ન થાય છે, જેનાથી સ્થૂળતા પણ નિયંત્રણમાં રહે છે.

દર્દ અને તણાવ દૂર થાય છે : હસવાથી શરીરમાંથી કેમિકલ એન્ડોર્ફિન નીકળે છે અને આ તત્વ પીડા ઘટાડવાનું કામ કરે છે. તેથી આગલી વખતે જ્યારે તમે પીડા અનુભવો ત્યારે દિલ ખોલીને થોડી મિનિટ હસો. હાસ્ય તમારા મન અને શરીર પર જે અસરકારક રીતે જે કામ કરી શકે છે તે વિશ્વની કોઈ દવા કરી શકતી નથી.

નિષ્ણાતો કહે છે કે હાસ્ય એ પણ મહત્વનું છે કારણ કે તે તમને વધુ સામાજિક બનાવે છે અને તમે નવા નવા લોકો સાથે વધુ સારી રીતે જોડાયેલા રહીને તણાવ જેવી સમસ્યાઓ રાહત મેળવી શકો છો. આ સિવાય, મન મૂકીને હસવાથી તણાવ બહાર આવે છે અને તમે બિલકુલ તણાવમુક્ત થઇ જાઓ છો.

ઇમ્યુનીટી મજબૂત કરે છે : હસવાથી શરીરમાં વાયરસના ઈંફેકશનને રોક્વાવાળા કોષો વધી જાય છે. જે શરીરને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે. હસવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે જેના કારણે અનેક પ્રકારના હાનિકારક બેક્ટેરિયા નષ્ટ થઇ જાય છે.

તમને જણાવીએ કે એક સંશોધન પ્રમાણે ઓક્સિજનની હાજરીમાં કેન્સરના કોષો અને અન્ય ઘણા પ્રકારના હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ નષ્ટ થઇ જાય છે અને હસવાથી આપણને વધુ માત્રામાં ઓક્સિજન મળે છે અને તેનાથી આપણી ઈમ્યુનિટી પણ મજબૂત થાય છે.

આ વસ્તુઓ શરીરમાં યુરિક એસિડને વધારે છે, આજથી જ આ વસ્તુઓ ખાવાની ટાળો
નારિયેળ પાણીમાં 3 ગ્રામ પાવડર નાખીને પી જાઓ એક દિવસમાં કિડનીની બધી ગંદકી બહાર નીકળી જશે
જીભ સફેદ દેખાવી આ વિટામિનની ઉણપની નિશાની હોઈ શકે છે

મતલબ કે થોડું હળવેથી હસસવું જ નથી, પરંતુ મોટેથી હસો કારણ કે હસવું તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. મિત્રો તમે આ લેખ વાંચીને સમજી ગયા હશો કે હસવાથી ઘણા ફાયદા થઇ શકે છે. તો આ લેખ હોય તો અમારી સાથે જોડાયેલા રહો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *