આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવુ દરેકે વ્યક્તિ ઈચ્છે છે. પરંતુ આપણી વ્યસ્ત જીવન શૈલી, અનિયમિત ખાણી પીણી, બેઠાળુ જીવન હોવાના કારણે આપણે ખાઘેલ ખોરાક પચાવી શકતા નથી.

અત્યારના સમયમાં મોટા ભાગના લોકો બહારનું ખાવાનું વઘારે પસંદ કરે છે. બહારના અમુક આહાર લેવાના કારણે આપણા શરીરમાં ખાઘેલ ખોરાક પચતો નથી. આ ઉપરાંત જમ્યાં પછી સતત બેસી રહેવું પડતું હોય છે જેના કારણે પચવામાં મુશ્કેલી પડતી હોય છે.

જો ખારોક યોગ્ય રીતે પચે ના તો પેટમાં વઘેલ ખોરાક સડી જાય છે. જેના કારણે પેટને લગતી સમસ્યા જેવી કે કબજિયાત, ગેસ, અપચો પણ થઈ શકે છે. માટે જો તમારે બેઠા બેઠા કામ કરવાનું વધારે હોય તો તમારે જમ્યાના એક કલાક પછી આ આહારનું સેવન કરવું જોઈએ.

જેથી સરળતાથી ખોરાકને પચાવી શકાય છે. માટે આજે અમે તમને એવા આહાર વિશે જણાવીશું જેનું સેવન જમ્યા પછી કરવાથી ખોરાકને પચાવી શકાય.

સફરજન: દરરોજ એક સફરજન ખાવાથી શરીરમાં કોઈ પણ બીમારી રહેતી નથી. સફરજન માં ફાયબર, વિટામિન્સ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. તેમાં રહેલ ફાયબર ખોરાકને પચાવવામાં ખુબ જ મદદ કરે છે.

માટે બપોરના ભોજન કરવાના એક કલાક પછી એક સફરજન નું સેવન કરવું જોઈએ. જેથી ખાઘેલ ખોરાકને પચાવામાં આસાની રહે. આ ઉપરાંત શરીરમાં એનર્જી રહે અને થાક અને નબળાઈ પણ દૂર રહે છે.

દહીં: દહીં આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ખોરાકને પચાવામાં ખુબ જ મદદ કરે છે. માટે જમવા સાથે અથવા જમવાના એક કલાક પછી બે ચમચી દહીંનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી પાચન ર્કિયામાં સુઘાર આવે છે. પાચનતંત્ર પણ મજબૂત રહે છે.

પપૈયા: પપૈયામાં વિટામિન-સી, વિટામિન-એ જેવા તત્વો મળી આવે છે. જમ્યાના એક કલાક પછી તારણ થી ચાર નાના પપૈયાના ટુકડાનું સેવન કરવાથી ખોરાકને પચાવમાં મદદ કરે છે. પાચનક્રિયા પણ સારી રહે છે. પેટમાં જમા થયેલ જેરી તત્વોને બહાર નીકાળવામાં મદદ કરે છે.

આ ઉપરાંત તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. માથાના દુખાવા અને આંખો માટે પણ ફાયદાકારક છે. બીટ: બીટને ડાયટમાં સમાવેશ કરવાથી પાચન ક્રિયા સારી થાય છે. જેથી ખોરાક આસાનીથી પચે છે.

તેમાં કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો સારી માત્રામાં મળી આવે છે. તેનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને લોહીમાં વઘારો થાય છે. પેટને લગતા અનેક રોગમાં બીટનું સેવન ખુબ જ ફાયદાકારક છે. માટે જમવાના સમયે બીટનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *