આપણા શરીરને સ્વસ્થ અને હંમેશા માટે નિરોગી રાખવા માટે લોહીનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે ખુબ જ મહત્વનું છે. જો શરીરમાં યોગ્ય માત્રામાં લોહીનું પ્રમાણ ના હોય તો અનેક બીમારી થવાનું જોખમ વઘી જાય છે.
લોહીની ઉપણ અનિદ્રા, ટેન્શન અને યોગ્ય પોષક તત્વોના અભાવ જેવા કારણો હોઈ શકે છે. માટે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે રોજિંદા આહારમાં આ વસ્તુનું સેવન કરવું.
માત્ર 10 દિવસમાં લોહીમાં વઘારો થશે અને લોહીની ઉણપ દૂર થશે. લોહીની ઉણપ મોટાભાગે મહિલાઓમાં વઘારે જોવા મળતી હોય છે માટે મહિલાઓ માટે આ વસ્તુઓનું સેવન કરવું અમૃત સમાન છે.
ગાજર: ગાજરમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન નો સ્ત્રોત મળી આવે છે. માટે ગાજરને સલાડ અથવા જ્યુસ બનાવીને સેવન કરવું જોઈએ. જેથી હિમોગ્લોબીનની ઉણપ દૂર થઈ જાય છે. મહિલાઓ માટે દરરોજ એક ગાજરનું સેવન કરવું ફાયદાકારક છે.
લીલા શાકભાજી: લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયર્ન મળી આવે છે. લીલા શાકભાજીમાં પાલક અને મેથીનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. જેથી તેનું સેવન કરવાથી લોહીની માત્રામાં વઘારો થાય છે. આ ઉપરાંત દરેક લીલા પાન વાળા શાકભાજીનું સેવન કરી શકાય.
બીટ: બીટને સલાડના રૂપમાં ખાઈ શકો છો. આ ઉપરાંત બીટના જ્યૂનું સેવન કરવું પણ ફાયદાકારક છે. નિયમિત પણે બીટનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. બીટનું સેવન કરવાથી ગેસની સમસ્યા રહેતી નથી.
ટામેટા: ટામેટાનું નિયમિત સેવન કરવાથી લોહીની ઉણપ દૂર કરી શકાય છે. માટે ટામેટાને સલાડમાં કે તેનું જ્યુસ બનાવીને પીવું પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. દરરોજ એક ટામેટું ખાવાથી આયર્ન મળી રહે છે. જેથી લોહીની ઉણપ દૂર થાય છે.
આમળા: આમળામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. માટે દિવસમાં એક આમળાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત અઠવાડિયામાં બે થી ત્રણ આમળાનું જ્યુસ પણ પીવાથી હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે.
સૂકો મેવો: સુકામેવામાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો નિયમિત રૂપે સૂકામેવાનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા અને ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.