આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. જેથી આપણે ચેપ જેવા રોગથી બચવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો બીમાર પડવાનું જોખમ ઓછું થઈ જાય છે.

શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ફળનું સેવન કરવું જોઈએ. શિયાળામાં ફળોનું સેવન કરવાથી રોગરતિકારક શક્તિ મજબૂત થાય છે. આપણે જયારે બીમાર પડીયે ત્યારે પણ ડોક્ટર આપણે ફળો ખાવાની સલાહ આપે છે. કારણકે ફળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘે છે.

ફળોનું સેવન કરવાથી નાની મોટી બીમારીમાં ફળો નું સેવન કરવાથી જલ્દીથી રિકવરી લાવવામાં મદદ કરે છે. ખાટાફળોનુ સેવન કરવું ખુબ જ સારું માનવામાં આવે છે. આપણા શરીરમાં વિટામિન-સી ની ઉણપ ના કારણે પણ રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે.

આપણે રોજિંદા આહારમાં વિટામિન-સી થી ભરપૂર ફળનો સમાવેશ કરવો જોઈએ. તો ચાલો જાણીએ કે શિયાળાની ઠંડીની સીઝનમાં ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ જે રોગપ્રતિકારક શક્તિને મતબૂત બનાવશે.

મોસંબીનું સેવન: મોસંબી ખાટી અને ખુબ જ ટેસ્ટી લાગે છે. મોસંબીમાં ફાયબર, એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે. જેથી લોહીમાં રહેલા ખરાબ કણોને દૂર કરવામાં મદદ કરે છે અને લોહીને શુદ્ધ કરે છે.

મોસંબીનું સેવન કરવાથી વિટામિન-બી, વિટામિન-ડી અને કેલ્શિયમની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે. જામફળનું સેવન: લાલ જામફળ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ જામફળ માં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે. જે ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે.

જામફળમાં ખુબ જ ઓછી કેલરી હોય છે.જે વજનને ઘટાડવામાં મદદ કરે છે. શિયાળામાં મળી આવતું લાલ જામફળનું સેવન અવશ્ય કરવું જોઈએ. કીવીનું સેવન: કીવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. કીવીમાં વિટામિન-સી જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે.

કીવી સૌથી મોંઘુ ફળ છે. કીવી ફળ ખાટું હોય છે પરંતુ તે ખાવાથી શરીરમાં ઘટેલા કાઉન્ટને વઘારવામાં મદદ કરે છે. કીવીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જેથી કીવીનું સેવન અનેક રોગ સામે લડવાની ક્ષમતા વઘારે છે.

પાઈનેપલનું સેવન: પાઈનેપલમાં વિટામિન અને ખનીજનો સ્ત્રોત ભરપૂર મળી આવે છે. જે રોગપ્રતિકારક શક્તિ વઘારવા સિવાય હાડકાને પણ મજબૂત કરવામાં મદદ કરે છે. નિયમિત રૂપે પાઈનેપલને ડાયટમાં સામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ સિવાય તમે રોજિંદા આહારમાં અનેક ફળોનું સેવન પણ કરી શકો છો. દરરોજ ફળ નું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. ફળોનું સેવન કરવાથી શરીરની ઈમ્યુનિટી ને મજબૂત કરવા સિવાય સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *