ફુદીનો આયુર્વેદિક ઔષધિ માનવામાં આવે છે. તેના કેટલાક ઘરેલુ ઉપાયથી સ્વાસ્થ્ય સંબધિત ઘણી સમસ્યાને દૂર કરી શકાય છે.ફુદીના ના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ જોવા મળે છે.
ફુદીનામાં પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામિન-ઈ, વિટામિન-એ, કાર્બોહાઈડ્રેટ, કોપર જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરદી, ખાંસી, ગળામાં બળતરા વગેરેને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આજે આ આર્ટિકલમાં ફુદીનાથી થતા ફાયદા વિશે જણાવીશું.
1. જો પેટમાં કૃમિની સમસ્યા થતી હોય તો ફુદીનાના થોડા પાન લઈને તેને પીસીને રસ કાઢીને પીવાથી કૃમિથી થતી પીડામાં રાહત મળે છે. આ ઉપરાંત પાણીમાં ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી અપચાની સમસ્યામાં રાહત મળે છે.
2. જો પેટમાં અસહય દુખાવો રહેતો, અરુચિ રહેતી હોય તો ફુદીનો રસ કાઢીને, જીરું, હિંગ, મીઠું અને કાળા મરી મિક્સ કરો ત્યાર પછી તેને ગરમ કરીને પીવાથી દુખાવામાં રાહત મળે છે.
3. જો કોઈને પણ વીંછી કાર્ડ તો તેમાં પણ ફુદીનો ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે થોડી માત્રામાં ફુદીનો લઈને તેને પીસી લો ત્યાર પછી તેને વીંછી કરડવા પર લગાવી દો. જેથી એમાં રહેલ ઝેરને ખેંચી લેશે. જેથી ઘણી રાહત મળશે.
4. પગના તળિયામાં થઈ રહેલ બળતરાને દૂર કરવામાં મદદ કરશે. આ માટે ફુદીના ને થોડી વાર ફ્રીઝમાં મૂકીને ઠંડો થવા દો. ત્યાર પછી ફ્રીઝ માંથી કાઢીને તેને પીસીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને પગના તળિયામાં લાગવાથી બળતરા દૂર થશે અને ગરમીને ખેંચી લેશે.
5. જો ગળામાં દુખાવો થતો હોય કે સોજો આવી ગયો હોય તો તેને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. આ માટે પાણીને ગરમ કરીને તેમાં ફુદીનાનો રસ મિક્સ કરીને કોગળા કરવાથી ગળામાં આવેલ સોજો અને દુખાવો બંનેમાં રાહત મળશે.
6. આજના સમયમાં ઘણા લોકો દોડતા દોડતા પડી જતા હોય છે અને તેમને ઘા પડી જતી હોય છે. તો ફુદીનાને પીસીને તેનો લેપ ઘા પર લગાવાથી ઝડપથી રૂઝ આવવા લાગે છે.
7. જો તમે શરદી, ખાંસીની સમસ્યાથી પરેશાન થઈ ગયા હોય તો એક ચમચી ફુદીનાનો રસ, એક ચમચી મઘ અને આદુંનો રસ બઘાને મિક્સ કરીને પોવાથી શરદી, ખાંસીમાં તરતજ રાહત મેળવી શકાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.