આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

વરિયાળીનો ઉપયોગ પ્રાચીન કાળથી જ મુખવાસ બનાવવા અને રસોઈમાં કરવામાં આવે છે, વરિયાળી ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. વરીયાળીનું સેવન જમ્યા બાદ કરવામાં આવે તો ખોરાક આસાનીથી પચવામાં સરળતા રહે છે. માટે જમ્યા બાદ વરિયાળીનું સેવન કરવાથી અન્ન નળી સરખી રીતે ચોખી થઈ જાય છે અને ભોજન આરામથી પચી જાય છે.

વરિયાળીમાં ખુબ સારી માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, વિટામીન-K, વિટામીન-E જેવા ખનીજ તત્વો આવેલા હોય છે.જે આર્યુવેદિક અનુસાર વરિયાળી ત્રિદોષ નાશક હોવાની સાથે બુદ્ઘિ ને વધારનાર છે. વરિયાળીમાં એવા ઘણા ઔષધીય ગુણો આવેલ છે. જેના કારણે અનેક બિમારીઓ દૂર થાય છે. ચાલો જાણીએ વરીયાળીનું સેવન કરવાથી થતા અનેક ફાયદા વિષે.

પાચન માટે : વરિયાળીની અંદર ફાયબરનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે. જે પાચનક્રિયાને સારું રાખે છે. વરીયાળીને શેકીને ભોજન પછી નિયમિત મુખવાસ તરીકે ખાવાથી તેમાં રહેલું ફાયબર પાચનક્રિયા મજબૂત રાખે છે. ભોજન લીધા પછી વરિયાળી સાથે સાકર નું સેવન કરવામાં આવે તો પેટના ઘણા બધા રોગો જેવા કે કબજિયાત, ગેસ, અપચો વગેરે જેવી સમસ્યા દૂર થઈ જાય છે.

મેમરી પાવર વધારે : વરિયાળી, બદામ અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને મિક્સ કરો, આ મિશ્રણને ભોજન બાદ સેવન કરવાથી મેમરી પાવરમાં વધારો થાય છે. એક ચમચી વરીયાળીને ઉકાળી લો અને ત્યારબાદ આ વરીયાળીને દૂધમાં મિક્ષ કરીને સુતા પહેલા પીવાથી સારી ઊંઘ આવે છે.

મોઢાના ચાંદા : જો મોની અંદર ચાંદી પડે તો વરીયાળીના પાણીના કોગળા કરવાથી આરામ મળે છે, એક વાટકી પાણીમાં એક ચમચી વરીયાળી નાખીને ઉકાળી લો, ત્યારબાદ તેમાં થોડી ફટકડી ઉમેરો. પછી દિવસમાં 2-3 વાર આ પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં આરામ થશે. એક વાટકી પાણીમાં 2 ચમચી વરીયાળી નાખી પાણીને ઉકાળો, ત્યારબાદ તેને ગાળીને પવામાં આવેતો ઉલટી અને ઉબકામાં ધણી રાહત થાય છે.

નબળાઈ દુર કરે : જો વરિયાળીનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીરની નબળાઈને દુર કરી શકાય છે. વરીયાળી અને સાકર સરખી લઇ તેને પીસીને સવાર અને સાંજ એક ચપટી લેવાથી શરીરની નબળાઈ દુર થશે.

ચહેરા માટે : વરીયાળી ચહેરા પરના ખીલને દુર કરવાનો ઉત્તમ ઈલાજ છે, એક ચમચી વરીયાળીને એક વાટકી પાણીમાં ઉકાળી લો, ઠંડુ પડ્યા બાદ તેને ચહેરા ઉપર લગાવી દો અને થોડો સમય રહેવા ડો એટલે કે 15 મિનીટ પછી ચોખા પાણીથી ચહેરાને ધોઈ લો, આમ કરવાથી ચહેરા પર થયેલ ખીલની સમસ્યા દુર થઇ જાય અને ચહેરો નિખારવા લાગે છે.

વજન ઘટાડે : વરિયાળીના નિયમિત સેવનથી શરીરમાં વધારાની ચરબીને ઓછી કરે છે, દરરોજ એક ચમચી વરિયાળીના પાવડરને હુંફાળા ગરમ પાણી સાથે દિવસમાં બે વાર લેવામાં આવે તો શરીરની ચરબી ઓછી થાય છે અને વજન ઘટે છે.

મોં ની દુર્ગંધ : વરિયાળીમાની અંદર રહેલું એન્ટી બેક્ટેરીયલ તત્વ મોઢામાં જામેલા બેકટેરિયાને ખતમ કરી દે છે, અને મોં ની અંદર વાસ દુર થાય છે. માટે જેમને મોની અંદર આ સમસ્યા હોય તેમને આનું સેવન કરવું અતિઆવશ્યક છે.

આંખોની રોશની માટે : વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની તેજ થાય છે, વરીયાળી અને સાકરને એક સરખા લઇ તેનો પાવડર બનાવો, આ પાવડરને સવાર અને સાંજ એક ગ્લાસમાં પાણી સાથે લેવાથી આંખો તેજ થાય છે અને તંદુરસ્ત રહે છે.

માથાનો દુખાવો : વરીયાળી, ધાણા અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને મિક્સ કરો, ત્યારબાદ આ મિશ્રણને નિયમિત સવાર સાંજ ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

ઉધરસ : જેમને ઉધરસ મટતીના હોય તેમને વરીયાળીનું સેવન કરવું ખુબજ ફાયદાકારક સાબિત થાય છે, એક વાટકી પાણીમાં એક ચમચી વરીયાળીને ઉકાળી લો અને ત્યારબાદ તેમાં થોડું મધ ઉમેરો. ત્યાર બાદ પીવાથી ઉધરસમાં તરત જ રાહત થાય છે.

એસીડીટી : અડઘી વાટકીમાં ઠંડુ દૂધમાં, અડઘી ચમચી પીસેલી વરિયાળી અને અડઘી ચપટી એલસી પાવડર તેમજ અડઘી ચમચી ખાંડનું પાવડર નાંખીને પીવાથી પેટમાં ઠંડક મળે છે અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે. જો તમને વારંવાર એસિડિટી થવાના કારણે ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો તમારે વરિયાળીને પાણી સાથે ઉકાળીને તેને સાકર સાથે ખાઈ લેવામાં આવે તો આ સમસ્યા દૂર થઇ જશે.

આમ, નિયમિત વરિયાળીનું સેવન કરવામાં આવેતો તેનો ઘણો બધો ફાયદો થાય છે તેના ઉપયોગથી ધણી બધી બીમારીઓ દૂર થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીઓમાં જલ્દીથી રાહત અપાવે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *