દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જેમને હેડકી ના આવી હોય. હેડકી આવવી તે ખુબ જ સામાન્ય માનવામાં આવે છે. હેડકી અચાનક અને કોઈ પણ સમયે આવી શકે છે. ઘણી વખત કોઈ યાદ કરતુ હોય છે ત્યારે પણ હેડકી આવતી હોય છે તેવું માનવામાં આવે છે.
ઘણી વખત એટલી ખતરનાક આવે છે કે તેને બંધ કરવી ખુબ જ મુશ્કેલ પડતી હોય છે જેના કારણે વ્યક્તિ ખુબ જ ચિંતિત અને પરેશાન થતો હોય છે. આ માટે આજે અમે તમને સામાન્ય માનવામાં આવતી હેડકીને બધી કરવા કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
હેડકી નાના મોટા સ્ત્રી કે પુરુષ કોઈને પણ આવી શકે છે. જો તમે પણ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો અચાનક આવતી હેડકી માત્ર 2-3 મિનિટમાં જ ગાયબ થઈ જશે. આ ઉપાય કરવા ખુબ જ સરળ અને ખુબ જ અસરકારક છે.
ઊંડા શ્વાસ લેવા: કોઈ પણ દવા વગર જ હેડકીને બંધ કરવાનો આ એક ખુબ જ આસન ઉપાય છે, આ માટે જો તમને હેડકી આવતી હોય તો તમારે તરત જ નીચે બેસી જવાનું છે અને એક નાક બંઘ કરી બીજા નાકે શ્વાસ લેવો અને થોડી સેકન્ડ શ્વાસ રોકી રાખવાનો છે અને જે નાકે શ્વાસ લીઘો તે નાક બંઘ કરી બીજા નાકે થી શ્વાસ બહાર નીકાળવો. જો તમે આ રીતે કરશો તો હેડકીમાં ખુબ જ ઝડપથી આરામ મળશે.
જીભ બહાર નીકાળો: હેકડીને બંઘ કરવાનો ઉપાય તમને અજીબ લાગશે પરંતુ ઉપાય પણ ખુબ જ અસરકારક છે. આ માટે જયારે હેડકી આવે ત્યારે બને તેટલી વધારે જીભ બહાર નીકાળીને રાખવી જોઈએ. જેથી ગાળાનો ભાગ ખુલશે અને હેડકી 1 મિનિટ માં જ બંઘ થઈ જશે.
ઘ્યાન બદલો: અચાનક જ હેડકી ચાલુ થઈ જાય ત્યારે તમારે કોઈ પણ અન્ય કામ કરવામાં વ્યસ્ત થઈ જવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ વસ્તુને તીવ્રતાથી દબાવી રાખો અને છોડો આવી રીતે 2 મિનિટ કરશો એટલે હેડકી બંઘ થઈ જશે.
પાણી પીવું : આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈ લો અને તે પાણી નો એક ઘૂંટો 30સેકન્ડ સુઘી મોં માં ભરી રાખો ત્યાર પછી સાત ધૂંટા પાણી પી જવાનું છે. જો તમે આવી રીતે આ ઉપાય કરી ખોલશો તો 2 -3 મિનિટમાં જ હેડકી આવતી બંઘ થઈ જશે.
કડવા લીમડાનું પાન: લીમડો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. આ માટે હેડકી આવે અને ઘણા બધા ઉપાય કરવાથી હેડકી ના બંઘ ના થાય તો તે સમયે એક કડવા લીમડાનું પાન લઈ લેવું અને તેને થોડું થોડું ચાવીને ખાવાનું છે. જેમ જેમ લીમડાના પાન નો રસ અંદર જશે તેમ હેડકી આવવાની બંઘ થઈ જશે.
જો તમે બઘા ઉપાય કરીને થાકી ગયા હોય તો માત્ર એક પાન લીમડાનું લઈ ચાવવાથી ગમે તેવી અઠેલી હેડકી પણ 2 મિનિટમાં જ બંઘ થઈ જશે. અચાનક આવતી હેડકીમાં ઉપરોક્ત જણાવેલ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.