આજના આધુનિક ટેક્નોલોજી યુગમાં ઘણા લોકો ખરાબ ખાન પાન થઈ ગયા છે. તેવામાં ઘણા લોકો જંકફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય છે જેના કારણે મોટાપાના શિકાર પણ બની જતા હોઈએ છીએ. આજના સમયમાં આ સમસ્યા ખુબ જ વધુ જોવા મળી છે અને દિવસે ને દિવસે મોટાપાની સમસ્યા વઘતી જ જાય છે.

તેવા આ સમસ્યા ને સામાન્ય ના કહી શકાય, આ સમસ્યાનું ખુબ જ ઝડપથી નિરાકરણ લાવવું જરૂરી છે જો મોટાપાનું ઝડપથી નિરાકરણ ના લાવવામાં આવે તો ઘણી બઘી ગંભીર સમસ્યાના ભોગ પણ બનાવી શકે છે.

મોટાપાની સમસ્યા બેઠાળુ જીવન જીવવાથી પણ થઈ શકે છે, ઘણા લોકોને ઓફિસમાં લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે જેના કારણે પણ જાડાપણા ની સમસ્યા સર્જાતી હોય છે. ઘણા લોકો મોટાપાને દૂર કરવામાં માટે ઘણા બઘા પ્રયત્નો કરતા હોય છે જેમાં ઘણા લોકો જીમમાં પણ જતા હોય છે, ડાયટ પણ કરતા હોય છે, વધારી માં વધારે ઉપવાસ કરવા જેવા અનેક પ્રયત્નો કરતા હોય છે.

આમ છતાં પણ વજન ઘટાડવા માટે ના કામ રહેતા હોય છે. પરંતુ અપને કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને વજનને અને મોટાપાને ઘટાડી શકીએ છીએ. ઘરેલુ ઉપાયબા કરવાથી તેનો ઘણો બધો ફાયદો પણ જોવા મળે છે. આ માટે તમારે ધરે જ બનાવેલ ચૂરણ પાવડરનું સેવન કરવાનું છે.

આ ચૂરણ પાવડરનું સેવન કરવાથી મોટાપો અને વજન તો ઓછું થશે સાથે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાર્ટઅટેક જેવી ગંભીર બીમારીથી પણ બચાવશે. તો ચાલો જાણીએ ચૂરણ પાવડર બનાવવા માટે કઈ વસ્તુની જરૂર પડશે અને ચૂરણ પાવડર કઈ રીતે બનાવવો તેના વિષે જણાવીશું.

મોટાપો દૂર કરવાની સામગ્રી: આ ચૂરણ પાવડર બનાવવા માટે ત્રણ ચમચી વરિયાળી, ત્રણ ચમચી અજમો, ત્રણ ચમચી જીરું, ત્રણ ચમચી સૂકા ઘાણા, ત્રણ ચમચી ત્રિફળા ચૂરણ પાવડર, ત્રણ ચમચી ઈસબગુલ.

મોટાપો દૂર કરવા માટે ચૂરણ પાવડર બનાવવાની રીત: સૌથી પહેલા એક મિક્સર જાર માં આ બઘી વસ્તુ મિક્સ કરીને નાખી દો, ત્યાર પછી મિક્સરને ગ્રાઈન્ડ કરી લો, ત્યાર પછી તે બારીક પાવડર બની જાય ત્યારે એક થારીમાં નીકાળી લો અને જયારે ઠંડો થાય ત્યારે તેને એક કાચની બરણીમાં ભરી લેવો.

મોટાપા દૂર કરવા ચૂરણ પાવડર કઈ રીતે લેવો: આ ચૂરણ પાવડર દિવસમાં બે વખત લેવાનો છે. આ ચૂરણ પાવડરને સવારે ખાલી પેટ નવશેકા હૂંફાળા પાણી સાથે લેવાનો છે. ત્યાર પછી સાંજે ભોજન કરી લીઘાના 90 મિનિટ પછી લેવાનો છે, આ ચૂરણ પાવડરનું પાણી સાથે લીધા પછી 30 મિનિટ સુઘી કોઈ પણ વસ્તુ ખાવું નહીં.

આ રીતે ચૂરણ પાવડરનું સેવન કરવાથી મેટાબોલિઝમ રેટમાં વઘારો કરે છે જેથી પેટની ચરબી ઝડપથી ઓગળે છે અને વજન ઘટવા લાગે છે. આ પેટમાં રહેલ ટોક્સિન્સ ને બહાર નીકાળી દેશે, જેથી પેટ સાફ રહે છે.

તે પાચનક્રિયાને સુધારવાનું કામ કરે છે જેથી પેટમાં જમી ગયેલ વઘારો કચરાને દૂર કરે છે જેથી પેટને લગતી બીમારી દૂર થાય છે અને કબજિયાત થતી નથી. જેથી ડાયાબિટીસ અને મોટાપો જેવી સમસ્યાથી છુટકાળો મેળવી શકાય છે. આ ચૂરણનું સેવન કરવાથી શરીરના વાત, પિત્ત અને કફને લગતી સમસ્યા દૂર કરે છે જેથી આપણા શરીરમાં કયારેય કોઈ પણ રોગો પ્રવેશ કરશે નહીં.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *