વધતી જતી ઉંમરે દરેક વ્યક્તિના શરીરમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું શરુ થઈ જાય છે. જે વ્યક્તિની બદલાયેલ જીવન શૈલી, અનિયમિત ખોરાક લેવાથી અને દિવસ દરમિયાન પરિશ્રમ ના અભાવના કારણે શરીરમાં ઘણી બીમારીઓ થતી હોય છે.
મહિલા હોય કે પછી પુરુષ હોય તેમની ઉંમર 35+ થવા લાગે ત્યારે તેમના શરીરમાં વારે વારે થાક લાગવો, કમજોરી આવવાની સમસ્યા થતી હોય છે, આ સમસ્યા થવાના કારણે વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી જેતજી ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે.
જયારે શરીરને જરૂરી પૌષ્ટિક આહાર ના મળે ત્યારે આ બધી તકલીફો જોવા મળે છે, આ માટે આહાર લેવામાં કાળજી રાખવી જોઈએ, તમારી ઉંમર 35+ છે અને તમને થાક અને કમજોરી આવી જાય છે તો તેને દૂર કરવા માટે નિયમિત પણે રોજિંદા ડાયટમાં આ ત્રણ વસ્તુ નો સમાવેશ કરો લો તે તકલીફ દૂર થઈ જશે.
દૂઘ પીવું જોઈએ: દૂઘમાં ઘણા શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી આવે છે જેમ કે, કેલ્શિયમ, પ્રોટિન, વિટામિન-સી, વિટામિન-ઈ જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે, આ માટે દૂધ ને પૌષ્ટિક આહાર પણ માનવામાં આવે છે. આ માટે રોજે દૂધ પીવાનું ચાલુ કરવું જોઈએ. મહિલાઓ અથવા પુરુષો આખો દિવસ કામ કરીને થાકી જવાથી કમજોરી રહેતી હોય રોજે રાતે સુવાના પહેલા એક ગ્લાસ દૂધ પીવું જોઈએ,
દૂઘ પીવાથી શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા મળી રહે છે. આ માટે શરીરને મજબૂત અને કાર્યશીલ બનાવી રાખવા રોજે એક ગ્લાસ દૂધ પીવાનું રાખવું જોઈએ. દૂધ પીવાથી કેલ્શિયમ ની કમી પણ પુરી થાય છે જેથી વધતી ઉંમરે હાડકાને લગતી કોઈ સમસ્યા થતી નથી.
સૂકા મેવા ખાઓ: સૂકા મેવા ખાવાથી હાડકા મજબૂત થાય છે. આ માટે રોજિંદા ડાયટમાં સુકામેવા નો સમાવેશ કરવો જોઈએ. જે શરીરને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે. તેમાં મળી આવતા પોષક તત્વો શરીરને જરૂરી તત્વોની ઉણપ પુરી કરે છે.
સૂકા મેવા ખાવાથી ઘણી બધી બીમારીઓમાં ફાયદાકારક છે. આ માટે સુકામેવામાં બદામ, કિસમિસ, અખરોટ, અંજીર, મખાના વગેરે ખાઈ શકાય છે. જેને ખાવાથી શરીરમાં ભરપૂર તાકાત મળે છે આ સાથે પાચન સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
આયર્ન થી ભરપૂર આહાર: શરીરમાં આયર્ન ની ઉણપ સર્જાય તો પણ શરીરમાં કમજોરી અને વારે વારે થાક લાગતો હોય છે. આ માટે આયર્ન થી ભરપૂર હોય તેવા ખોરાક નો સમાવેશ કરવો જોઈએ. આયર્ન શરીરની કોશિકાઓને જરૂરી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. શરીરમાં આયર્ન ની ઉણપ સર્જાય છે ત્યારે જરૂરી ઓક્સિજન કોશિકાઓને મળતું નથી જેના કારણે થાક અને કમજોરીનો સામનો કરવો પડતો હોય છે.
આ માટે આયર્ન થી ભરપૂર હોય તેવા ફળો અને લીલા પાન વાળા શાકબાજી નો સમાવેશ કરવો જોઈએ. જે લોહીની ઉણપને દૂર કરશે અને શરીરમાં લાગતો થાક અને કમજોરીની સમસ્યાને દૂર કરી શરીરને ઉર્જાવાન બનાવશે.