આજની ભાગદોડ ભરી જીવનમાં લોકો વારે વારે કોઈ પણ કામ કરતા થાક લાગી જવો, શરીરમાં વીકનેસ આવી જવી, કામ કરવામાં મન ના લાગવું, બેચેની રહેવી જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. જે આપણા શરીરની કમજોરી કહેવામાં આવે છે.
શરીરમાં વીકનેશ રહેવાના કારણે આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાનું જોખમ વધી જતું હોય છે, આ માટે શરીરને અનેક રોગથી બચાવવા માટે શરીરને એનર્જી વાન અને મજબૂત બનાવવું પડશે આ માટે આપણે આહારમાં આ વસ્તુઓ સમાવેશ કરવો જોઈએ. જે શરીરની બધી જ કમજોરીને દૂર કરી દેશે.
મધનું સેવન: મધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે, માટે મધની એક ચમચી દિવસમાં એક વખત ખાવી જોઈએ જેથી શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા મળી રહેશે. જે કોઈ પણ કરવામાં વારે વારે થાક લાગવાની સમસ્યાને દૂર કરે છે. મધ બાળકો, મહિલાઓ અને પુરુષો માટે ખુબ જ ફાયદાકારક છે.
રોજે એક ચમચી મધ ખાવાથી ચહેરામાં નેચરલી નિખાર પણ આવશે. મઘ એનર્જી બુસ્ટરનું કામ કરે છે. મધનું નિયમિત સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં પણ યુવાની જેવી એનર્જી અને સ્ફૂર્તિ આપશે. જે શરીરને મજબૂત અને સ્ટ્રોંગ બનાવી રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત કફનો પણ નાશ કરશે.
બદામનું સેવન: ડ્રાયફ્રૂટ્સ માં બદામ સૌથી શક્તિ શાળી માનવામાં આવે છે. જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. આ માટે રોજે રાતે 5-6 બદામને પલાળીને આખી રાત રહેવા દઈને સવારે ખાલી પેટ ખાઈ લેવી.
પલાળેલી બદામ ખાવાથી શરીરમાં થાક અને કમજોરીની સમસ્યા છે તે કાયમ માટે દૂર થઈ જશે, આ ઉપરાંત બદામ વાળું દૂધ પીવાથી શરીરમાં શારીરિક અનેક શારીરિક કમજોરીને અને નબળાઈ દૂર કરી દેશે. આ સિવાય બદામ ખાવાથી કમજોર પડી ગયેલ યાદશક્તિમાં વધારો કરશે. માટે બદામને રોજ પલાળીને ખાવી જોઈએ.
ત્રિફળા ચૂરણનું સેવન: આમળા, બહેડા અને હરડે આ ત્રણ વસ્તુ માંથી ત્રિફળા ચૂરણ બનાવામાં આવે છે, જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, જે વાત, પિત્ત અને કફના સંતુલન બનાવી રાખે છે. આ આયુર્વેદમાં ત્રિફળા ચૂરણ ને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જે અનેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે.
સવારે અથવા સાંજે એક ટાઈમ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી શરીરમાં લગતી વારે વારે થાક ને દૂર કરી શરીરને શક્તિ પ્રદાન કરશે, આ ઉપરાંત કફ, પિત્ત અને વાયુના પ્રમાણમાં વધારો થાય ત્યારે આ ચૂરણ નું સેવન કરવાથી ત્રિદોષને સમ રાખવામાં મદદ કરશે.
નિયમિત પણે આ ચૂરણનું સેવન કરવાથી શરીરમાં શારીરિક કમજોરી અને નબળાઈને દૂર કરી શક્તિમાં વધારો કરશે અને શરીરને સ્ફૂર્તિવાન બનાવી રાખશે. આ ઉપરાંત કબજિયાત ની સમસ્યાને દૂર કરી પેટ અને આંતરડાને ચોખા બનાવવામાં મદદ કરશે. થાક અને કમજોરીને દૂર કરવાં માટે આ ચૂરણ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.