આજના સમયમાં વ્યક્તિ પોતાના કામ માં ખુબ જ વ્યસ્ત હોય છે, તેવામાં જો વ્યક્તિ ની ખાવાની ખરાબ કુટેવ અને બદલાયેલ જીવન શૈલીમાં કેટલાક ફેરફાર થતા હોય છે જેના કારણે વ્યક્તિ મોટાપાનો શિકાર બનતો હોય છે. આજે મોટાપા ની સમસ્યા ધરાવતા વ્યક્તિની સંખ્યામાં વઘારો થઈ રહ્યો છે.
જયારે મોટાપો વધવા લાગે છે ત્યારે તેમનું પેટ બહારની તરફ નીકળતું હોય તેવું જોવા મળે છે જેના કારણે તેમના શરીરનો આકાર પણ બદલાઈ જાય છે, આવા સમયમાં વ્યક્તિ વ્યસ્ત હોવાના કારણે તે રોજિંદા જીવનમાં જિમ માં કે પછી અન્ય કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરવામાં અસમર્થ રહેતો હોય છે.
જેના પરિણામે વ્યક્તિનો મોટાપો વધતો જ જતો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિષે જણાવીશું જેને પીવાથી મોટાપાની સમસ્યા ઘીરે દૂર થઈ જશે અને શરીરનો આકાર સેપ માં આવશે અને બોડીને સ્લિમ બનાવશે.
જો પેટમાં વધુ પ્રમાણમાં ચરબીનું સ્તર વધ્યા કરે છે તો અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થવા લાગે છે, આ માટે આ ડ્રિન્ક પીવાથી પેટની વધી ગયેલ વધારાની ચરબીને ઓગળે છે અને વજનને ધીરે ધીરે ઓછું કરી પેટને અંદર કરશે.
આ ડ્રિન્ક બનાવવા માટે સામગ્રી: વરિયાળી, ઈલાયચી, તજ પાવડર, સુંઠ પાવડર, લવિંગ, હળદર, લીંબુની છાલ, કાળું મીઠું આ વસ્તુની જરૂર પડશે.
ડ્રિન્ક બનાવવાની રીત: આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી એક પેનમાં ઉમેરો, ત્યાર [પછી તેને ગેસ પર મૂકીને ગરમ થવા દો,
હવે તેમાં લીંબુની છાલ, ઈલાયચી, તજ પાવડર, લવિંગ, સુંઠ પાવડર, વરિયાળી આ બધી વસ્તુ મિક્સ કરીને ઉકળવા દો, સારી રીતે ઉકળીને અડધું થઈ જાય ત્યારબાદ એમાં હળદર અને સિંધાલુ મીઠું ઉમેરો, અને પછી હલાવીને ગેસને બંધ કરી લો અને તેને 5-10 મિનિટ ઢાંકીને રહેવા દો,
જયારે આ ડ્રિન્ક થોડું પીવા જેવું ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળી લેવાનું છે અને ત્યારબાદ આ ડ્રિન્ક પીવાનું છે, આ ડ્રિન્કને પીવાનો ઉત્તમ સમય રાત્રીના ભોજનના એક કલાક પછી અને સુવાના એક પહેલા પી જવાનું છે. ઘ્યાન રાખવું કે આ પીણું ખાલી પેટ ના પીવું જોઈએ.
આ ડ્રિન્ક થોડા દિવસ પીવામાં આવે તો પેટની આસપાસ વધી ગયેલ બધી જ ચરબીને ઓગાળવાની ક્ષમતા ઘરાવે છે. જેથી વધી ગયેલ મોટાપો થોડા જ દિવસમાં ઓછો થઈ જાય છે, આ ડ્રિન્કમાં મળી આવતી દરેક વસ્તુમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરને જરૂરી તત્વોની કમીને પણ પૂર્ણ કરવામાં મદદ કરે છે.
આ ડ્રિન્ક શરીરમાં ઘટી ગયેલ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી અને કે પ્રકારની વાયરલ બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. આ ડ્રિન્ક પીવાથી ખોરાક ખુબ જ આસાનીથી પચી જાય છે અને રાતે ખુબ જ સારી ઊંઘ આવે છે.