આજના સમયમાં 60 વર્ષની ઉંમરે કે તેથી વધુ ની ઉંમરની વ્યક્તિને સાંઘાના દુખાવા, ઢીચણના દુખાવા, કમરના દુખાવા, હાડકામાં કડકડ અવાજ આવતો હોય છે. જો તમે આ આયુર્વેદિક તેલ થી માલિશ કરશો તો 80 વર્ષ જુના માં જુના સાંધા ના દુખાવા મટી જશે.
સાંધા ના દુખાવાની સમસ્યા આજના સમયમાં ખુબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. કોઈ પણ વ્યક્તિ ક્યાંક પડી ગયું હોય કે ક્યાંય અથડાઈ ગયા હોય, કે ઘરમાં સ્લીપ ખાઈ જાય તો પણ હાથ કે પગમાં ફેક્ચર થઈ જતું હોય છે. શરીરમાં હાડકા કમજોર હોય તો આ બધી સમસ્યાઓ થતી હોય છે.
હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ, પ્રોટીન વિટામીન-ડી યુક્ત હારનું સેવન કરવું જોઈએ જેથી આપણે હાડકાને હેલ્ધી અને અમજબૂત બનાવી શકીશું. આ માટે ડેરી પ્રોડકટ, લીલા શાકભાજી, ફળો નો સમાવેશ કરવો જોઈએ.
જોઈન્ટ માં લુબ્રીકેન્ટ નું પ્રમાણ ઓછું થવાના કારણે સાંધા ના દુખાવા વધારે રહેતા હોય છે. આ માટે લુબ્રીકેન્ટ ને વધારવા માટે તેલની માલિશ કરવી જોઈએ, આ માટે આ આયુર્વેદિક તેલ ખુબ ફાયદાકારક સાબિત થશે.
જો તમને પણ નાની ઉંમરે કે 60 વર્ષની ઉમર પછી પણ સાંધા ના સાંઘાના દુખાવા રહી હોય જ ઝડપથી રાહત મેળવવા અને વર્ષો જુના દુખાવાને ગાયબ કરવા માટે આ એક તેલ રામબાણ સાબિત થશે. તો ચાલો જાણીએ તેલ બનાવવાની રીતે અને તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ અને કઈ રીતે કરવો વિષે જણાવીશું.
આયુર્વેદિક તેલ બનાવવાની રીત:
સૌથી પેહલા એક લોખંડની કળાઈ લઈ ધીમા ગેસ પર ગરમ કરવા મુકો, તેમાં એક વાટકી સરસવનું તેલ લઈ લો, ત્યાર તેમાં 7-8 લસણ ની કળી છોલીને ને એના ટુકડા કરીને તેલમાં નાખી, હવે તેમાં એક ચમચી સૂંઠ પાવડર ઉમેરો, ત્યાર પછી તેમાં એક ચમચી અજમો નાખવાનો છે અને એક ચમચી મેથીના દાણા નાખવાના છે, હવે બરાબર હલાવી લો અને એમા 6 લવિંગ ના કહો.
હવે ચમચીની મદદથી 5-6 મિનિટ સુધી હલાવતા રહો, ત્યાર પછી તેલનો કલર બદલાઈ જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડુ થવા દો, હવે સાંધાના દુખાવા દૂર કરવાનું આયુર્વેદિક તેલ તૈયાર થઈ ગયું છે. તેલ જયારે ઠંડુ થઈ જાય ત્યારે તેને એક વાટકીમાં ગળણીની મદદથી ગાળી લો, ત્યાર પછી તેને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે.
શરીરમાં કોઈ પણ ભાગ દુખાવો થતો હોય તે ભાગ સુકાઈ જાય છે જેથી દુખાવો વધતો જ જાય છે,આ માટે જે જગ્યાએ દુખાવા થતા હોય તે જગ્યાએ આ આયુર્વેદિક તેલથી આંગળીની મદદથી માલિશ કરવાનું છે. 5 થી 10 મિનિટ સુધી આ તેલની માલિશ કરવાથી સાંધામાં ઓઈલિંગ થશે.
જેથી સાંધામાં લુબ્રીકેન્ટનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો તેને વધારે છે. જેથી સાંધા ના દુખાવા, કમરના ઢીચણ ના દુખાવા કે પછી શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો માત્ર આ એક ધરે જ બનાવેલ આયુર્વેદિક તેલની માલિશ કરવી જોઈએ.
જે દવાઓ ખાવા કરતા પણ ખુબ જ અસરકારક સાબિત થશે જેથી તમારે થોડા સમય પછી દુખાવા દૂર કરવા માટેની એક પણ ગોળીઓ ખાવી નહીં પડે. આ આયુર્વેદિક કોઈ પણ ઉંમર ની વ્યક્તિ ઉપયોગ કરી શકે છે, જો તમને વર્ષો જુના સાંઘાના દુખાવા છે તો આ તેલ તમારા માટે રામબાણ સાબિત થશે.