આપણે બઘા જાણીએ છીએ કે સૂર્યના કિરણો માંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન મળી આવે છે. આપણા શરીર માટે વિટામિન-ડી હોવું જરૂરી છે. વિટામિન ડી આપણા હાડકાને મજબૂત બનાવે છે. આપણે દરરોજ 20-25 મિનિટ સવારના તડકામાં ઉભા રહીને વિટામિન ડી લેવું જ જોઈએ.
આપણે બઘા જાણીએ છીએ કે સૂર્યના કિરણો માંથી વિટામિન-ડી મળી આવે છે. પણ સૂર્યના પ્રકાશ થી બીજા અનેક ફાયદા પણ થાય છે જેનાથી દરેક લોકો અજાણ હશે. તો ચાલો જાણીએ સૂર્યપ્રકાશ થી થતા મહત્વ પૂર્ણ ફાયદાઓ વિશે.
સૂર્યપ્રકાશથી થતા ફાયદા : વિટામિન ડી મફત માં મળતું એક ઉત્તમ સ્ત્રોત છે. માટે દરેક લોકો એ તેનો લાભ લઈ લેવો જોઈએ. મફત માં મળતી વસ્તુ લેવામાં તો લાઈન લાગે છે પણ સૂર્ય પ્રકાશના કિરણો થી વિટામિન-ડી મળે એ લેવા ક્યારેય લાઈન નથી લગતી. આ વિટામિન-ડી કુદરતી રીતે મળી આવે છે.
સૂર્યપ્રકાશના કારણે શરીરમાં રક્ત પ્રવાહને વઘારવામાં મદદરૂપ થાય છે. જેથી લોહી પાતળું રહે છે. શરીરમાં લોહી જામી જવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. ઘણા બઘા સંશોઘનમાં જાણવા મળ્યું છે કે સૂર્યપ્રકાશ ના કિરણો સવાર માં શરીર પર પડે તો આખો દિવસ એનર્જી થી ભરપૂર રહે છે.
ઘણા સંશોઘન મુજબ માત્ર 20-25 મિનિટ તડકામાં ઉભા રહેવાથી મૂડ ને સુધારવા અને સારી ઊંઘ લાવવા માટે ખુબ જ ઉપયોગી છે. સૂર્યપ્રકાશના કારણે આખા શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. શરીરમાં રહેલા હોર્મોન્સ ને જાળવી રાખવામાં મદદ કરે છે.
સૂર્યપ્રકાશના કારણે વિટામિન-ડી મળી રહે છે જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સૂર્યપ્રકાશના કારણે શરીરમાં મેલાટોનિન, ડોપામાઈન, સેરોટોનિન જેવા મહત્વ પૂર્ણ હોર્મન્સ ઉત્પન્ન થાય છે.
સૂર્યપ્રકાશના કારણે વિટામિન, હોર્મોન્સ, કોલેસ્ટ્રોલ નું ઘટાડવામાં નું કામ કરે છે જેથી બલ્ડપ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થશે. બલ્ડપ્રેશર કંટ્રોલ માં રહેશે તો ઓક્સિજન લેવલ પણ જળવાઈ રહેશે. તેના માટે સૂર્યપ્રકાશ માં ઉભું રહેવું જોઈએ.
કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થતા જ બ્લડ ગ્લુકોઝ ની સમસ્યા દૂર થાય છે. સૂર્યના સીધા કિરણો શરીર પર પડવાથી લેક્ટિક એસિડના વઘી ગયેલા સ્તરને નીચે લાવવામાં મદદરૂપ થાય છે.
સૂર્યપ્રકાશ ના સીઘા કિરણો આંતરડા માટે ખુબ જ ઉપયોગી છે. આંતરડામાં થતી ખેંચાણ અને દબાણ માં ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા માટે પણ સવારનો તડકો ખુબ જ લાભદાયક માનવામાં આવે છે.
જો તમે પણ તમારા શરીરમાં વિટામિન-ડી ની ઉણપ ના થવા દેવી હોય તો તમે પણ દરરોજ સવારે 8-10 વાગ્યા સુઘીમાં 20-25 તડકામાં ઊભા રહેવાથી વિટામિન-ડી ની ઉણપ દૂર થાય છે. અને તેના થી અનેક લાભ થાય છે તે તમે બઘા એ જાણી લીઘા હશે.