આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના આધુનિક યુગમાં ભરપૂર પ્રમાણમાં ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. તેવામાં કોમ્પ્યુટર આવ્યા પછી તો ઘણા લોકોને ઘણીં બઘી સમસ્યાઓ ઓછી પણ થઈ ગઈ છે અને ઘણા લોકોની સમસ્યા વઘી પણ ગઈ છે.

આમ તો કોમ્પ્યુર પર બેસીને કામ કરવાથી મોટાભાગનું કામ આસાન થઈ જાય છે. પરંતુ વઘારે સમય સુઘી એક જગ્યાએ બેસી રહેવાથી કમરમાં દુખાવો થવાનું શરુ થઈ જતો હોય છે.

કમરનો દુખાવો કોઈ પણ ભારે વસ્તુ ઉપાડી લેવામાં આવે ત્યારે પણ થઈ શકે છે. કમરનો દુખાવામાં લાંબા સમય સુઘી રહે તો તેના થી ઉઠવા અને બેસવામાં ઘણી બઘી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

કમરના દુખાવા માં રાહત મેળવવા માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપચારો જણાવીશું જેનો ઉપયોગ કરવાથી કમરના દુખાવામાં ઝડપથી રાહત મેળવી શકશો. કમરના દુખાવાના ઘરેલુ ઉપાય કરવાથી દુખાવામાંથી છુટકાળો પણ મેળવી શકાય છે.

વાત પ્રકૃતિ વાળા વ્યક્તિને શરીરમાં અનેક પ્રકારના દુખાવા થઈ શકે છે. કારણકે આપણા શરીર માં કોઈ પણ હાડકામાં વાયુ ભરાઈ જાય છે તો તેના થી દુખાવા થવાનું સારી થાય છે. માટે વાયુને નીકાળવા માટે સૌથી ઉત્તમ બદામનું તેલ છે.

બદામ તેલની માલિશ: કમરના દુખાવા માં બદામના તેલની માલિશ કરવી જોઈએ. કારણકે જયારે તેલની માલિશ કરવાં આવે તો બે સાંધા વચ્ચે વાયુ ભરાઈ ગયો હોય તે દૂર થઈ જાય છે. માટે સવારે અને સાંજે એમ બે વખત બાળમન તેલથી કમરમાં 5 મિનિટ સુઘી માલિશ કરવાની છે. જેથી કમરના દુખાવામાં ઝડપથી રાહત મેળવી શકશો.

લસણ નો ઉપયોગ: કમરના દુખાવા લસણને પણ એક ઉત્તમ માનવામાં આવે છે. લસણમાં ઘણા બધા આયુર્વેદિક ગુણ મળી આવે છે. માટે લસણની બેઠી ત્રણ કળીનું સેવન શેકીને કરવાથી કમરના દુખાવામાં રાહત અમળશે. આ ઉપરાંત તેલમાં થોડા છોલેલા લસણ નાખીને 5 મિનિટ સુધી હલાવો અને તે તેલથી કમરમાં માલિશ કરવાથી પણ દુખાવામાં તરતજ રાહત મેળવી શકાય છે.

યોગાસન: યોગાસન કરવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જો દિવસની શરૂઆતમાં 20 મિનિટ યોગાસન કરવામાં આવે તો આપણા શરીરના દરેક યોગ્ય રીતે કામ કરવામાં પ્રેરિત કરે છે. માટે જો કમરનો દુખાવો થતો હોય તો હળવા યોગાસન કરવા સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *