રોજ દૂધ પીવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થયા છે. પરંતુ શું તમે જાણો છો આ વસ્તુ મિક્સ કરીને પીવાથી હસરીરમાં મોટાભાગના રોગો દૂર થશે, દૂધમાં જે વસ્તુ મિક્સ કરીને ખાવાની છે તે વસ્તુ ખજૂર છે. દૂધ માં ખજૂર મિક્સ કરીને પીવું આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
જો તમે દરરોજ એક ગ્લાસ દૂઘમાં ખજૂર ઉમેરી પીવો છો તો શરીરની બધી જ કમજોરી દૂર થાય છે. આ સાથે શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા પણ મળી રહેશે. આ પીણું દરેક વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક છે. ખાસ કરીને પુરુષો માટે તો વરદાન સમાન પીણું માનવામાં આવે છે.
આ પીણું માનસિક તણાવ પણ દૂર કરી મૂડ ને પણ સુધારવામાં મદદ કરે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન મળી આવે છે. દૂધમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને જરૂરી પોષક તત્વની કમી ને પુરી કરે છે.
આ પીણું એક સુપર પીણું કહેવામાં આવે છે. જે શરીર ની બધી જ કમજોરી દૂર કરે છે. આજે અમે તમને દૂધ માં ખજૂર મિક્સ કરીને પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ અને આ પીણું કેવી રીતે બનાવવું તેના વિષે જણાવીશું.
ખજુરવાળું દૂઘ બનાવવાની સરળ રીત: આ માટે સૌથી પહેલા એક પેન માં એક ગ્લાસ દૂધ લો, પછી તેમાં ખજૂરના ઠળિયા નીકાળીને ખજૂરને દૂધમાં મિક્સ કરો, હવે ગેસ ને ધીમા આંચ પર મૂકી 5 મિનિટ રહેવા દો, પછી ગેસ બંધ કરી થોડું ઠંડુ થવા દો. હવે આ ડ્રિન્ક તૈયાર થઈ ગયું છે. પછી તેને એક ગ્લાસમાં નીકાળી પીવાનું છે.
આ પીણું પીવાથી નવું બ્લડ બનાવવામાં મદદ કરે છે આ સાથે બ્લડ સર્ક્યુલેશન ને પણ સુઘારે છે. આ પીણામાં આયર્ન મળી આવે છે જે લોહીની કમીને દૂર કરે છે. લોહી શુદ્ધ થવાથી ચહેરા પરની કરચલી દૂર કરી ચહેરા પર ચમક લાવે છે. જેના લીઘે જુવાન દેખાવામાં મદદ કરે છે.
આ પીણું પીવાથી થાક અને નબળાઈ દૂર થાય છે અને શરીરને હેલ્ધી રાખે છે. આ પીણામાં કેલ્શિયમ સારી માત્રામાં મળી આવે છે. જેથી હાડકા મજબૂત રહે છે. આ પીણું 60-65 વર્ષ ની ઉંમરે પણ સ્નાયુના કે સાંઘાના દુખાવા થતા નથી અને મશલ્સને એકદમ મજબૂત થાય છે.
આ પણ વાંચો: દવા વગર આ આયુર્વેદિક ઉપાય ની મદદથી કિડનીમાં રહેલ પથરીનો ભૂકો કરી પેશાબ વાટે બહાર નીકાળી દેશે.
આ પીણું દરરોજ પીવાથી મગજ તેજ થાય છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને નિયત્રિત કરે છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સાથે હાર્ટ અટેક થવાની સંભાવના પણ ઓછી રહે છે.
ખજુરવાળા પીણામાં ફાયબરની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જે કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે. તે પાચન ક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. તે આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે.