આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજની આ માહિતીમાં આપણે જોઈશું, ખીચડી ને શા માટે સંપૂર્ણ આહાર તરીકે ગણવામાં આવે છે,આ સાથે ખીચડીમાં કયા પોષક તત્વો રહેલા છે અને ખીચડી શરીર માટે કઈ રીતે ફાયદાકારક છે તેની માહિતી આપીશું.

બાળકોને દૂધ પરથી આપવામાં આવતો સૌપ્રથમ ખોરાક ખીચડી છે. જે લોકો ની પાચન શક્તિ નબળી અને જે લોકો વૃદ્ધ થઇ ગયા છે તેમનો હળવો અને પોષ્ટીક ખોરાક ખીચડી છે. ખીચડી સાધુ સંતો કે બીમાર વ્યક્તિ માટે સૌથી પહેલી પસંદગી નો ખોરાક છે.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ આજના સમયમાં આપણી ભારતીય ખીચડીએ બહારના દેશોના લોકોની પ્રિય વાનગીઓ માં સ્થાન મેળવ્યું છે. ખૂબ ઓછી મહેનત, ઓછી વસ્તુઓ અને ઓછા મસાલા કરીને બની જતી ખીચડી પોષક તત્વોથી ભરપૂર છે.

માત્ર ચોખા અને દાળ માંથી બનેલી ખીચડી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન ફાઇબર, વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને શરીર માટે ખૂબ અગત્યના એવા દસ એમિનો એસિડ ધરાવે છે.આ બધા પોષક તત્વોને કારણે જ ખીચડી ને સંપૂર્ણ આહાર કહેવાય છે. ગરીબ અને ધનવાન બને ને પોષાય તેવી ખીચડી ત્રિદોષનાશક છે.

ખીચડીમાં જીરું, હળદર. સૂંઠ અને મીઠું નાખવાથી તે કફને મટાડે છે અને ગાયનું ઘી નાખવાથી તે પિત્ત અને વાયુને શાંત કરે છે. આથી ખીચડી કફ, પીત અને વાયુ દરેક પ્રકૃતિ માટે અનુકૂળ ખોરાક છે.

જે લોકોની પાચન શક્તિ નબળી હોય અને બરાબર પચતું ન હોય, જેનાકારણે અરુચિ અને મંદાગ્નિ રહેતી હોય તેમણે જ્યાં સુધી બરાબર રીતે ભૂખ ન લાગે ત્યાં સુધી ખીચડી જ ખાવી. ખીચડી પચવામાં હળવી છે. તે હોજરી માં પાચન માટે જરૂરી પાચક એન્ઝાઇમ્સ ની પ્રક્રિયાને વધારે છે.

તે લીવરમાંથી ખોરાકમાં પોષક તત્વો અને ચરબીના વિઘટન માટે જરૂરી પિત્તનો યોગ્ય પ્રમાણમાં સ્ત્રાવ કરે છે અને પાચનક્રિયાને વ્યવસ્થિત કરે છે. દિવસમાં માત્ર બે થી ત્રણ ટાઈમ ફક્ત ખીચડી ખાવાથી બગડેલું પાચનતંત્ર ફરીથી કાર્યશીલ બની જાય છે.

મગની દાળ માં રહેલું ફાઇબર આંતરડામાંથી ઝેરી તત્વોને બહાર કાઢી શરીરને હાનિકારક તત્વો થી બચાવે છે. પેટમાં દુખાવો કે ઝાડા થઇ ગયા હોય ત્યારે દહીં સાથે ખીચડી ખાવાથી પાચન સારી રીતે થાય છે અને ઝાડામાં રાહ મળે છે.

જેમને વજન ઘટાડવું છે તેવા લોકોએ સાંજે ભારે ખોરાક ખાવાના બદલે જુદા-જુદા શાકભાજી ઉમેરેલી ખીચડી ખાય તો તે પૌષ્ટિક હોવાની સાથે વજન પણ ઘટાડે છે. ખીચડી પચવામાં ખૂબ હળવી છે. તે શરીરમાં સાંધામાં સોજો કે દુખાવો ખૂબ ગયો હોય ત્યારે થોડા દિવસ રોજ ખીચડીમાં ઘી ઉમેરી ખાવાથી સોજામાં અને દુખાવામાં રાહત મળે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *