ચોમાસાની ઋતુ ચાલુ છે જેમાં ઘણા બધા બેક્ટેરિયા શરીરમાં જવાથી અનેક પ્રકારના વાયરલ રોગો થવાની સંભાવના વધી જાય છે. જયારે શરીરમાં ઈન્ફેક્શન ફેલાય છે ત્યારે તાવ, શરદી, ખાંસી જેવી સામાન્યથી ભારે બીમારી પણ થઈ શકે છે.
આ વરસાદની આ ઋતુમાં થતા અનેક વાયરલ બીમારી કે ઈન્ફેક્શન જેવી બીમારી માંથી બચાવી રાખવા માટે આજે અમે તમને એક એવી ઔષધીય વસ્તુ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી વાયરલ બધી જ બીમારી દૂર થઈ જાય છે.
આ વસ્તુ રસોડામાં ખુબ જ આસાનીથી મળી આવે છે તે વસ્તુનું નામ લવિંગ છે. જેમાં વાયરલ ઈન્ફેક્શન અને વાયરલ બેક્ટેરિયાનો નાશ કરવા માટે લવિંગ ખુબ જ લાભદાયક છે. લવિંગ ઔષધીય ગુણોથી ભરપૂર છે જે ઘણા બધા રોગોને દૂર કરવામાં મદદ કરે છે.
બે લવિંગને રાતે એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દેવાનું છે. ત્યાર પછી એ પાણી સવારે ઉઠીને તે પાણીને ગરમ કરીને અડધું થાય ત્યાર પછી થોડું ઠંડુ થાય ત્યરે ખાલી પેટ પી જવાનું છે. ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
દાંતના દુખાવા દૂર કરે: અવાર નવાર દાંતમાં દુખાવા થતા હોય, પેઠામાં સોજો, દાંતમાં સડો જેવી સમસ્યા હોય તો તે સમસ્યાને દૂર કરવાં મદદ કરે છે. નબળા પડી ગયેલ દાંતને મજબૂત કરવા માટે પણ આ પાણી ખુબ જ લાભદાયક છે.
પેટના રોગ દૂર કરે: તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે જે અપચો, ગેસ, કબજિયાત, પિત્તમાં દુખાવો, એસિડિટી જેવી સમસ્યા હોય તો આ પાણી નું નિયમિત પણે સેવન કરવાથી પેટના બધા જ રોગો મૂળમાંથી દૂર થઈ જાય છે.
આંતરડામાં મળ જામી ગયો હોય અને છૂટો ના પડતો હોય તો તેને પણ છૂટો કરવામાં મદદ કરે છે. વાયુ સંબધિત સમસ્યા હોય કે વાયુ વધી ગયો હોય તે ને દૂર કરે છે. જેથી વાયુને લગતી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે.
વાયરલ બીમારી દૂર કરે: વાતાવરણમાં બદલાવ થાય ત્યારે અનેક પ્રકારની નાની મોટી વાયરલ બીમારીઓ થતી હોય છે તેવામાં જો નિયમિત પણે આ પાણી પીવામાં આવે તો શરદી, ખાંસી, તાવ જેવી બીમારીઓ માં રાહત આપે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે: શરીરમાં વધી ગયેલ બેક્ટેરિયા નો નાશ કરે છે. જેથી કોઈ પણ બીમારી ઉત્પન્ન થતા પહેલા તેનો નાશ થઈ જાય છે, જેથી અનેક નાની મોટી બીમારીઓથી બચી શકાય છે. આ પાણી પીવાથી શરીરમાં કમજોર પડી ગયેલ રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
ડાયજેશન સુધારે: તેનું નિયમિત પીવામાં આવે તો ડાયજેશન સિસ્ટમ યોગ્ય થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. પેટને સાફ બનાવી રાખવા અને ચરબી દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે, જે મેટાબોલિઝમ રેટને વધારીને વજને નિયત્રંણમાં લાવવામાં મદદ કરે છે.