ટૂંક જ સમયમાં દરેક મહિલાઓ, છોકરીઓ, છોકરાઓ માટેનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રી થોડા જ દિવસમાં આવી રહી છે. આ તહેવાર દરેક વ્યક્તિને ખુબ જ ગમે છે, પરંતુ આ સમયે દરેક મહિલાઓ, છોકરીઓ હોય કે પછી છોકરાઓ હોય દરેક વ્યક્તિ પોતાના ચહેરાને અને વાળને સુંદર બનાવી રાખવા માંગતા હોય છે.
આવા જ નાના મોટા તહેવારમાં મહિલાઓ કે પુરુષો દરેક વ્યક્તિ પોતાના દેખવામાં ચાર ચાર લગાવવા માટે બ્યુટી પાર્લર અને સલૂન માં જતા હોય છે, જેમાં ખુબ જ વધુ પૈસા નો ખર્ચ કરીને ચહેરાને સુંદર બનાવાનો પ્રયત્ન કરતા હોય છે.
પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુનો ઉપયોગ કરવા વિષે જણાવીશું જે તમારી સુંદરતામાં વધારો કરશે, જેથી તમારે બ્યુટી પાર્લર કે સલૂન ના વધુ ખર્ચ થી બચી જશો. આ ઉપાય કરી લેશો તો તમારો ચહેરો ચમકી ઉઠશે અને તમે સુંદર દેખાવા લાગશો. તો ચાલો જાણીએ કઈ રીતે ચહેરાની સુંદરતા વધારવી જોઈએ.
આ માટે તમારે લીંબુની જરૂર પડશે, લીંબુ દરેક વ્યક્તિના ધરે ખુબ જ આસાનીથી મળી શકે છે. લીંબુ દરેક સીઝન માં મળે છે. મોટાભાગે લીંબુનો ઉપયોગ ઉનાળામાં શરબત બનાવીને પીવા માટે ઉપયોગ કરતા હોય છે. લીબું શરીરનો કચરો સાફ કરવામાં માટે પણ ખુબ જ ઉપયોગી છે, આ માટે ચહેરાની સુંદરતા વધારવા માટે પણ લીંબુનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું.
ચહેરાને સુંદર બનાવવા માટે લીંબુનો ઉપયોગ કરવાની રીત: આ માટે સૌથી પહેલા એક કાચનો બાઉલ લઈ લો તેમાં બે ચમચી ચણાનો લોટ લેવાનો છે ત્યારબાદ તમારે તેમાં લીંબુનો રસ ઉમેરીને સારી રીતે હલાવીને પેસ્ટ તૈયાર કરવાની છે,
ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવીને એક બે મિનિટ માલિશ કરો, અને પછી 10 મિનિટ માટે એમના એમ છોડી દો, ત્યારબાદ ચહેરાને પાણી વડે ઘોઈ દેવાનો છે, આ રીતે લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પરના ડાઘ હશે તો તે દૂર થઈ જશે. જેથી ચહેરાની સુંદરતા નિખારવા લાગશે.
આ સિવાય જેમને ચહેરા પર ખીલ હોય અથવા તો ઓઈલી સ્કિન હોય તો તેને દૂર કરવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક આખા લીંબુનો રસ નીકાળી દેવાનો છે ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીને કોટન ના કપડાં ને તેમાં ડાબોળીને પછી તેને ચહેરા પર લગાવી દેવાનું છે, ત્યાર પછી એને 10-15 મિનિટ સુકાવા માટે રહેવા દો,
પછી ચહેરાને પાણી વડે ઘોઈને સાફ કરી લેવાનો છે, આ રીતે તમે કરશો તો ચહેરા પરના બધા જ ખીલ ધીરે ધીરે દૂર થશે અને ઓઈલી સ્કિન પણ દૂર થઈ જશે. આ લીંબુનો પ્રયોગ કરવાથી ચહેરા પરની બધી જ ગંદકી દૂર થઈ જાય છે અને એકદમ ફ્રેશ મહેસુસ કરશો.
લીંબુ માં ખુબ જ સારી માત્રામાં વિટામિન-સી અને સાઇટ્રિક એસિડ મળી આવે છે, જે ચહેરાની સફાઈ કરે છે અને ત્વચાને હાઈડ્રેટ અને સુરક્ષિત બનાવી રાખવામાં મદદ કરે છે. આ માટે લીંબુનો આ પ્રયોગ કરી ને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકો છો.
આ ઉપરાંત તમે વાળને પણ સુંદર અને સિલ્કી બનાવવા માંગતા હોય તો દહીંમાં લીંબુંનો રસ ઉમેરીને વાળ અને વાળના મૂળમાં લગાવી દો અને 15-20 મિનિટ પછી વાળને પાણી વડે સારી રીતે ધોઈ દેવાના છે. આ ઉપાય કરવાથી વાળ એકદમ મુલાયમ અને સિલ્કી બનશે.
જો તમે પણ ચહેરાને સુંદર બનાવવા અને વાળને સિલ્કી બનાવવા માટે બ્યુટી પાર્લર અને સલૂન માં વધુ પૈસાનો ખર્ચ કરવો પડે છે તો ધરે જ જાતે લીંબુનો આ ઉપાય કરી જોવો ચહેરો અને વાળ બંનેને સુંદરતા વધી જશે.